મનોરંજન

K L રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન બાદ સુનિલ શેટ્ટીની લાડલીએ શેર કરી પોતાની પીઠીની તસવીરો, ખુબ જ ખુશ ખુશાલ દેખાયું કપલ, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કે એલ રાહુલ અને બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની લાડલી દીકરી અને અભિનેત્રી અથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દરમિયાન કપલના લગ્નની ઘણી બધી તસવીરો પણ સામે આવી હતી. જેને ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

જેના બાદ હવે ચાહકો તેમના લગ્નના સમારંભ અને અલગ અલગ રિવાજની તસવીરોની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, જેની આતુરતાનો અંત પણ આ કપલે આણ્યો છે. લગ્ન બાદ હવે આથિયા શેટ્ટીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે. જે પીઠીના પ્રસંગની છે.

આથિયા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયામાં પીઠીની 4 તસવીરો શેર કરી છે, જેને થોડી જ મિનિટોમાં હજારો લાઈક મળી ચુકી છે. આ તસવીરોમાંથી પહેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે આથિયા અને રાહુલ બંને પીઠીમાં તરબોળ છે અને ખુશીઓની પળોને માણી રહ્યા છે. બંનેના ચહેરા પર ખુલ્લું હાસ્ય ફરકતું જોવા મળી રહ્યું છે.

તો બીજી તસવીરમાં આથિયા પીઠી દરમિયાન ખુલીને હસતી જોવા મળી રહી છે. તો ત્રીજી તસવીરમાં તે પોતાના ભાઈના ગાલ પર પીઠી લાગવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તમામ લોકો પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. છેલ્લી તસવીરમાં આથિયા ફોટોગ્રાફરને પોઝ આપતી જોવા મળે છે, તેની પાછળ સૂર્ય પ્રકાશી રહ્યો છે અને તે એક સાઈડ જોઈ રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે આથિયાએ કેપશનમાં “સુખ” લખ્યું હતું. જેના કારણે સમજી શકાય છે કે અથિયા રાહુલ સાથે લગ્ન કરીને ખુબ જ ખુશ ખુશાલ છે. તમને જણાવી દઈએ કે કે એલ રાહુલ અને આથિયાના લગ્ન સુનિલ શેટ્ટીના ફાર્મ હાઉસ પર રાખવામાં આવ્યા હતા, જે મીડિયાથી એકદમ દૂર હતા. આ લગ્નમાં ફક્ત 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.