અજબગજબ

આ 10 એવી વાત જે બીજા દેશમાં સામાન્ય છે પરંતુ આપણે અહીં આ બાબતે વિચારી પણ નથી શકતા.

આપણા દેશમાં અને વિદેશમાં એવી ઘણી બાબતો છે. જેમાં જમીન-આસમાનનો ફેર હોય છે. અમુક એવી બાબતો છે જેના વિષે આપણે વિચારી પણ નથી શકતા. આજે અમે તમને એવી અવનવી વાત જણાવીશું જેના વિષે તમે પહેલા સાંભળ્યું પણ ના હોય કે વિચાર્યું પણ ના હોય.

1.દક્ષિણ કોરિયામાં લાલ શાહીનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે.

Image source

દક્ષિણ કોરિયામાં લાલ શાહીથી કોઈ નામ લખવાથી તેનો મતલબ થાય છે કે તેનું મોત થઇ ચૂક્યું છે. આ જ કારણે પર્યટકોએ ત્યાં પર લાલ કલમનો ઉપયોગ સમજી-વિચારીને કરવો જોઈએ.

2.જાપાનમાં રસ્તાના નામ નથી હોતા.

Image source

જાપાનમાં રસ્તાના નામની બદલે બ્લોક અને સેક્શન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી વારમાં આ સિસ્ટમ થોડી અલગ લાગે છે પરંતુ તમારી પાસે જો નકશો હોય તો તમે ગણતરીની મિનિટમાં જ તમારા સ્થાન પર પહોંચી જાવ છો. આ નિયમમાં એક અપવાદ છે મુખ્ય રસ્તા અને રાજમાર્ગ.

3.સિંગાપુરમાં લોકો કપડાં ધોયા બાદ વાંસ પર સુકાવે છે.

Image source

સિંગાપુરના સ્થાનિક લોકો કપડાં સુકાવવા માટે દોરીઓની બદલે વાંસનો ઉપયોગ કરે છે. આજકાલ વાંસની બદલે પ્લાસ્ટિકના પાઇપનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

4.ડચ લોકો કયારે પણ ઘરના પડદા બંધ નથી કરતા.

Image source

યુરોપિયન દેશ એટલે કે નેધરલેન્ડમાં તમે બહુ જ ઓછા લોકોની બારીમાં પડદા જોયા હશે. આસપાસના લોકો ઈચ્છે તો આસાનીથી એપાર્ટમેન્ટમાં થનારી બધી વસ્તુને જોઈ શકે છે. એ વાત અલગ છે કે, આ દેશમાં પ્રાઈવર્સીનું એક અલગ જ ધોરણ છે. સ્થાનિક લોકો એક બીજાની પ્રાઈવર્સી અને પર્સનલ સ્પેસનું સમ્માન કરે છે. કોઈ બીજાની બારીમાં જોવાનું વિચારી પણ નથી શકતા.

 

5.તુર્કીમાં એક મીઠાઈ છે જે ચિકન બ્રેસ્ટમાંથી બનાવવામાં આવે છે.

Image source

તમે ચિકનની બહુ ડીશ વિષે સાંભળ્યું હશે પરંતુ મીઠાઈ વિષે તો કયારે પણ વિચાર્યું ના હોય. તુર્કીમાં Tavuk Göğsüનામની એક પુડિંગ ખાવામાં આવે છે. જે ચિકન બ્રેસ્ટ, દૂધ, ભાત, ખાંડ અને દાલચીનીથી બનાવવામાં આવે છે.

6.નેધરલેન્ડમાં દુનિયાની સૌથી સારા પગથિયાં જોવા જોવા મળે છે.

Image source

વધુ પગથિયા ડચ ઘરોની વિશેષતા છે. આ ઘર તેના ઘરનો એક અનિવાર્ય હિસ્સો છે જેને પુરનો ખતરો જોઈને બહુ જ લાંબા અને પતલા બનાવવામાં આવે છે. સીડીઓ અને ઘરની ડિઝાઇન સરખી હોય છે. તેથી જ તેને પતલી અને લાંબી બનાવવામાં આવે છે.

7.બ્રાઝીલમાં મહિલાઓ તેના શરીર પરથી વાળ હટાવવા કરતા તેને સફેદ કરવાનું પસંદ છે.

એક બાજુ દુનિયાભરમાં મહિલાઓ તેના શરીરમાંથી વાળ હટાવવામાં રહેતી હોય છે. તો બીજી તરફ બ્રાઝીલની મહિલા સફેદ વાળ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. આ મહિલાઓ કોઈ હેર રિમૂવલ ક્રીમ લગાડવાની બદલે એવી વસ્તુનો ઉપયોગ કરે છે જેનાથી વાળનો કલર સફેદ થઇ જાય છે. આ મહિલાઓ સમુદ્ર કિનારે સનસ્ક્રીનની જેમ આ લગાડતી જોઈ શકાય છે.

8.જાપાની Ofuro બાથટબ

Image source

તમે પ્લાસ્ટિક અને સ્ટેઈનલેસ સ્ટીલથી બનેલા બાથટબ જોયા હશે. પરંતુ જાપાનમાં બાથટબ પણ લાકડાનું બનેલું છે. જાપાનના દરેક એપાર્ટમેન્ટમાં એક Ofuro બાથટબ મળશે. અહીં, Ofuroમાં સ્નાન કરવું એ કોઈ કર્મકાંડથી ઓછું નથી.

9.કોલંબિયામાં તેના હોટ ચોકલેટ નમકીન પનીરના સ્લાઈસ પર નાખવામાં આવે છે.

Image source

કોલંબિયામાં ચોકલેટ પ્રત્યે લોકોને વિશેષ લગાવ છે. અહીં પનીર નાખીને હોટ ચોકલેટ પીવું સામાન્ય વાત છે. પર્યટકો અનુસાર, આ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

10.ફ્રાન્સમાં દૂધને ફ્રીજમાં રાખવામાં નથી આવતું.

Image source

ફ્રાન્સમાં વધુ સુપર માર્કેટમાં Ultra-pasteurized દૂધ વેચે છે. જેનાથી ફ્રિજમાં રાખવાની કોઈ જરૂરત નથી. આ કારણ ફ્રાન્સમાં દૂધને ફ્રિજમાં રાખવું અસામાન્ય છે.