ખબર

“બે થપ્પડ ખાઈશ” ઓક્સિજન માંગવા વાળા વ્યક્તિને કેન્દ્રીય મંત્રીએ આપ્યો આવો જવાબ, વાયરલ થયો વીડિયો

વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે ઓક્સિજનને લઈને આખા દેશની અંદર હાહાકાર મચી ગયો છે. આ બધા વચ્ચે જ કેન્દ્રીય સંકૃતિ મંત્રી પ્રહલાદ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બીમાર માતા માટે ઓક્સિજન સિલેન્ડર માંગવા વાળા વ્યક્તિને તે બે થપ્પડ મારવાની વાત કહી રહ્યા છે.

એક તરફ જ્યાં વિપક્ષ દ્વારા આ ઘટનાને લઈને મંત્રી ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું છે તો આ બાબતે પ્રહલાદ પટેલ દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. જિલ્લા હોસ્પિટલમાં બે દિવસ પહેલા ઓક્સિજન સિલેન્ડર લૂંટવાની ઘટના બાદ સાંસદ પટેલ હોસ્પિટલની વિઝીટ કરવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન એક વ્યક્તિએ કોરોનાથી પીડિત પોતાની મા માટે પટેલને ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જયારે વાતચીત દરમિયાન તે વ્યક્તિએ પટેલ તરફ આંગળી ઉઠાવી ત્યારે ગુસ્સામાં ભરેલાયેલા મંત્રીએ તેને આંગળી નીચી કરવાનો ઈશારો કર્યો અને કહ્યું કે “આવી રીતે બોલીશ તો બે ખાઈશ.” તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં ગુરુવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના નવા 12,384 કેસ સામે આવ્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 75 લોકોના વાયરસના કારણે મોત પણ થઇ ગયા હતા.