દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ અને એ પણ 10 હજારના બજેટમાં

હવે નવેમ્બર આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવેમ્બરનું પહેલું અઠવાડિયું માત્ર તહેવારો જ નહીં પણ રજાઓથી ભરેલું રહેશે. 4 નવેમ્બરે દિવાળીની રજા રહેશે અને 5 નવેમ્બરે ગોવર્ધન પૂજા છે. આ પછી 6 નવેમ્બરે ભાઈ બીજની રજા રહેશે. જ્યારે 7 નવેમ્બરે રવિવાર રહેશે. આ રીતે લોકોને 4 દિવસની રજા મળી રહી છે. 10મીએ છઠ પૂજાની રજા રહેશે. જો આવી સ્થિતિમાં તમે 8 અને 9 તારીખે રજાઓ માટે વ્યવસ્થા કરી શકો તો સારી ટ્રીપનું પ્લાનિંગ કરી શકાય છે. ચાલો અમે તમને 10,000 રૂપિયાની અંદર ફરવા માટેના 8 શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીએ.

બીર બિલિંગ (હિમાચલ પ્રદેશ)
દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો 4-5 દિવસમાં બીર બિલિંગની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકે છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત આ સુંદર સ્થળ પેરાગ્લાઈડિંગ, ટ્રેક અથવા મેડિટેશન જેવા રમતગમતના એડવેન્ચર માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને તિબેટીયન સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. તમે 10,000 રૂપિયામાં સરળતાથી મિની ટ્રિપ કરી શકો છો.

સોનમાર્ગ (કાશ્મીર)
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હળવી ઠંડીનો અનુભવ થશે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો, તો તમે કાશ્મીરની ખુબ સુરત વાદીઓ તરફ પણ જઈ શકો છો. અહીં સોનમાર્ગ નવા પરણેલા કપલ્સ માટે પણ એક સરસ હનીમૂન ડેસ્ટિનેશન છે. કાશ્મીરના પર્વતો, બગીચાઓ અને અનેક પ્રકારના સરોવરો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીંનું દાલ સરોવર સૌથી પ્રખ્યાત છે. જો તમે લકી રહ્યા તો તમે બરફવર્ષા પણ જોઈ શકો છો.

રાનીખેત (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડમાં આવેલું રાનીખેત એક ભવ્ય હિલ-સ્ટેશન છે. જો તમને પ્રકૃતિ સાથે સમય વિતાવવાનો શોખ હોય તો તમે નવેમ્બરની આ રજાઓમાં રાનીખેતની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમે પેરાગ્લાઈડિંગ, બાઈક રાઈડિંગ, રાફ્ટિંગ પણ કરી શકો છો. તમે રાનીખેતમાં ઝુલા દેવી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

ઋષિકેશ (હરિદ્વાર)
ધાર્મિક અને પ્રાકૃતિક દૃષ્ટિકોણથી ઋષિકેશ એક ઉત્તમ સ્થળ છે. ગંગા ઘાટ અને મંદિર અહીંના મુખ્ય આકર્ષણ છે. રાત્રે મંદિરોમાં થતી આરતી પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ગયા પછી, તમે શિવપુરી પણ જઈ શકો છો, જ્યાં તમે રાફ્ટિંગ, કેમ્પિંગ ટ્રેકિંગ અને બંજી જમ્પિંગના એડવેન્ચરનો આનંદ માણી શકો છો.

મુક્તેશ્વર (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડનું આ સ્થળ તેના સુંદર કુદરતી નજારાઓ માટે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. તમે અહીં મુલાકાત લઈને સ્વચ્છ અને ઠંડી હવાનો આનંદ માણી શકો છો. અહીં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, બાઈકિંગ, રાફ્ટિંગની મજા માણી શકો છો.

તીર્થન વેલી (હિમાચલ પ્રદેશ)
પ્રકૃતિને પ્રેમ કરનારાઓ માટે હિમાચલ પ્રદેશમાં સ્થિત તીર્થન વેલી કોઈ સ્વર્ગથી ઓછી નથી. તીર્થન વેલી હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટરના અંતરે આવેલી છે. આ સ્થળ ટ્રાઉટ માછલી માટે લોકપ્રિય છે. તમે 10,000 રૂપિયામાં સરળતાથી અહીં જઈ શકો છો.

માઉન્ટ આબુ (રાજસ્થાન)
માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે કામથી કંટાળી ગયા છો અને શાંતિથી સમય પસાર કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે. નક્કી તળાવ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

ઓલી (ઉત્તરાખંડ)
આ ભારતની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક છે. સૂર્યના કિરણો સાથે અહીંની હરિયાળી કોઈપણનું મન ખુશ કરી દેશે. અહીં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. તે હનીમૂન માટે ખૂબ જ અદ્ભુત સ્થળ માનવામાં આવે છે. જો કે, અહીં મુક્તપણે આનંદ માણવા માટે, તમારે થોડો સમય અને ખર્ચ બંને વધારવો પડશે.

YC