નવા વર્ષની ઉજવણી માટે બેસ્ટ છે ભારતના આ 5 ડેસ્ટિનેશન

નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. કોરોનાના ખતરા વચ્ચે લોકો નવા વર્ષની ઉજવણી કરવા આતુર છે. નવા વર્ષની ઉજવણી માટે હોટેલ અને રેસ્ટોરાંમાં પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક લોકો નવા વર્ષની ઉજવણી કરવા બહાર ફરવા જાય છે. એવામાં આજે અમે તમને ભારતના એવા કેટલાક સ્થાનો વિશે જણાવીશું જ્યાં જઈને તમે નવા વર્ષની મજા માણી શકો છો.

1.નોર્થ ઈસ્ટ : જો તમે નવા વર્ષે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમે નોર્થ ઈસ્ટની મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વી ભારત હંમેશાથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં તમે અરુણાચલ પ્રદેશ,મેઘાલય, સિક્કિમ,મિજોરમ,ત્રિપુરા અથવા નાગાલેન્ડ ફરવા જઈ શકો છે. અહીં આવેલી સુંદર ઘાટીઓ, ઝરણા,તળાવ અને કુદરતી નજારા પર્યટકોને પોતાની તરફ ખેંચી લાવે છે.

2.ગુલમર્ગ : જો તમે કોઈ ઠંડી જગ્યા પર નવુ વર્ષ સેલિબ્રેટ કરવા માગો છો તો ગુલમર્ગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ગુલમર્ગ કપલ માટે એક સારી જગ્યા છે જ્યાં તમે બર્ફિલી વાદીઓ વચ્ચે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવી શકો છો. ગુલમર્ગમાં તમે અદભૂદ કુદરતી નજારા સાથે સાથે આંગળા ચાટવાનું મન થઈ જાય તેવી વાનગીઓની પણ મજા લઈ શકો છો.

3.ગોવા : તમને જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણી માટે ગોવા દરેક લોકોની પહેલી પસંદ છે. ગોવામાં તમને સસ્તી બિયર, નયનરમ્ય બીચ, લાઈવ મ્યૂઝિક અને નાઈટ પાર્ટી તમારા નવા વર્ષના સેલિબ્રેશનને ચાર ચાંદ લગાવી દેશે. નોંધનિય છે કે નવા વર્ષની ઉજવણી માટે ગોવામાં માત્ર દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ પર્યટકો આવે છે.

4.મનાલી : 2021ને અલવિદા કહેવા માટે મનાલીના બર્ફિલા પહાડ સુંદર સ્થાન છે. અહીં તમે તમારા પરિવાર,મિત્રો કે પાર્ટનર સાથે પાર્ટીની મજા માણી શકો છો. આ ઉપરાંત મનાલીની હોટેલમાં પણ પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવે છે. અંહીં તમે સોલંગ ઘાટી અને કુફરી જેવી જગ્યાએ નવા વર્ષની ઉજવણી કરી શકો છો.

5.કેરળ : સાઉથ ઈન્ડિયામાં નવા વર્ષની ઉજવણી કરવા માટે કેરળ એક બેસ્ટ ડેસ્ટિનેશન છે. દરિયાઈ પાર્ટી માટે કેરળ હંમેશા એક બેસ્ટ જગ્યા રહી છે. કેરળની સુંદરતા દરેક પ્રવાસીનું મન મોંહી લેતું હોય છે. સમુદ્રના કિનારે ફરવાના શોખીનો માટે કેરળ એક ખુબ જ સુંદર જગ્યા છે.

YC