તારક મહેતાના બાપુજી બન્યા રોમાન્ટિક, પત્નીને કહ્યું “I LOVE U”, પત્નીએ એવો સવાલ કર્યો અને પછી ચંપકચાચાએ એવો જવાબ આપ્યો કે… જુઓ વીડિયો

વેકેનશન પર પહોંચેલા TMKOCના બાપુજીને ચઢ્યો રોમાન્સ, પત્નીને પ્રેમનો ઇજહાર પણ કર્યો, પરંતુ પછી થઇ ગયો એવો દાવ કે… પત્નીએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય.. જુઓ વીડિયો

ટીવી  પર પ્રસારિત થતી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને અન્ય કોઈ ધારાવાહિક ટક્કર નથી આપી શકી. આ ધારાવાહિક આજે પણ દરેક ઘરની પહેલી પસંદ છે. દર્શકો આ ધરાવાહિકને નિયમિત જુએ છે અને વર્ષોથી આ શોના કલાકારો દર્શકોને મનોરંજન કરાવવામાં કોઈ કસર બાકી નથી રાખી રાખ્યા.

તારક મહેતા ધારાવાહિકની જેમ તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પ્રેમ આપતા હોય છે. ઘણા કલાકારો એવા છે જે શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે અને આજે પણ આ શોનો ભાગ છે, જયારે ઘણા બધા કલાકારો એવા પણ છે જે શો છોડીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા નવા કલાકારોએ પણ લીધી છે.

ત્યારે શોમાં દર્શકોને પેટ પકડીને હસાવનારું એક પાત્ર ચંપકચાચાનું પણ છે જેને દર્શકો બાપુજીના નામથી પણ ઓળખે છે. શોના મુખ્ય પાત્ર જેઠાલાલના પિતા ચંપકલાલનું પાત્ર ગુજરાતી અભિનેતા અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. આ શોની અંદર તેમનો અનોખો અંદાજ પણ હંમેશા છવાયેલો રહેતો હોય છે.

ભલે તારક મહેતામાં અમિત ભટ્ટને બાપુજીના પાત્રમાં વધુ ઉંમરના બતાવવાં આવ્યા હોય, પરંતુ અસલ જીવનમાં તે ખુબ જ યંગ છે. તેમના સોશિયલ મીડિયામાં પણ ચાહકો તેમને સતત ફોલો કરતા હોય છે અને તેમની પોસ્ટ કે વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે. અમિત ભટ્ટ પણ તેમના જીવન સાથે જોડાયેલી બાબતો સોશિયલ મીડિયા દ્વારા શેર કરે છે.

અમિત ભટ્ટ હાલ રજાઓ મનાવી રહ્યા છે અને આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે છે. પોતાની રજાઓ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો પણ તે શેર કરતા રહે છે. હાલમાં જ અમિત ભટ્ટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બાપુજીનો અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમિત ભટ્ટ અને તેમની પત્ની એક સુંદર જગ્યાએ ઉભા છે. જેના બાદ રોમાન્ટિક થતા અમિત ભટ્ટ કહે છે.. “સુનો… આઈ લવ યુ..” આ સાંભળીને તેમની પત્ની કહી રહી છે કે “સુરત દેખા હે ?” ત્યારે જવાબમાં અમિત ભટ્ટ કહે છે.. “નહિ.. એક બાર અહેમદાબાદ ગયા હું.” અને પછી તેમની પત્ની હેરાન થવાના એક્સપ્રેશન આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

ત્યારે આ વીડિયોને હવે ચાહકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકો તેને લાઈક પણ કરી ચુક્યા છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં પણ અમિત ભટ્ટના આ અનોખા અંદાજના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તેમના ઘણા ચાહકોએ કોમેન્ટ કરીને તેમની કોમેડીના ફેન હોવાનું પણ કહ્યું છે.

Niraj Patel