ખબર

ચોર પોતે પરત કરવા આવ્યો ચોરી કરેલી ભગવાન રામની મૂર્તિ, કહ્યું, ભગવાન ઊંઘવા નથી દેતા અને

રામજન્મભૂમિ થાના ક્ષેત્રના નજરબાગ શેરીમાં આવેલા માધુરીકુંજથી 140 વર્ષ જૂની અષ્ટધાતુથી બનેલી ભગવાન રામની મૂર્તિ ચોરી થયા બાદ એક અજબ ઘટના બની છે. ભગવાન રામની મૂર્તિ ચોરી થયાના પાંચમા દિવસે પરત મળી ગઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ચોરે ભગવાન રામની મૂર્તિ ચોરી કર્યાના પાંચમા દિવસે પોતે જ મૂર્તિને પરત કરવા માટે મૂર્તિ લઈને મંદિરે પહોંચી ગયો. તેને મહંતને મૂર્તિ સોંપીને કહ્યું કે જ્યારથી આમને ઘરે લઈને ગયો છું, ઊંઘી નથી શકતો, આખું શરીર અકળાવા લાગે છે. મહંતે આ જાણકારી પોલીસને આપી અને મૂર્તિ સહીત ચોર પોલીસની કેદમાં છે.

Image Source

ગયા સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને 9 ઇંચની અષ્ટધાતુની બનેલી રામજીની મૂર્તિ ચોરી થઇ ગઈ હતી. મહંત રાજબહાદુર શરણે જણાવ્યું કે આ ભગવાનની દિવ્ય શક્તિ જ છે કે બપોરે ભગવાનને ભોગ લગાવ્યા બાદ જેવું મંદિરના ગર્ભગૃહની બહાર જોયું તો એક વ્યક્તિ હતો, તેને કહ્યું કે તમારે ત્યાંથી કોઈ મૂર્તિ ગાયબ થઇ છે? જવાબ હામાં મળતા એ બોલ્યો કે હું મૂર્તિ પરત આપવા આવ્યો છું. મહંતે જણાવ્યું કે જેવું એ યુવકને મૂર્તિ બતાવવાનું કહ્યું કે એને અમારા ઠાકોરજી અમારા ખોળામાં મૂકી દીધા.

Image Source

મહંતે કહ્યું કે ચોરીની ઘટના કઈ રીતે બની હતી એ પુછવા પર આરોપીએ કહ્યું કે એને તાળું તોડીને મૂર્તિની ચોરી કરી હતી. એ મૂર્તિ પોતાની સાથે ઘરે લઇ ગયો હતો. ઘરના લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો. આરોપીએ મહંતને કહ્યું કે ચોરીની રાતથી એને ઊંઘ નથી આવતી અને આખું શરીર અકળાવા લાગે છે એટલે મૂર્તિ પાછી આપવા આવ્યો છું.

ચોરે મહંતને વિનંતી કરી હતી કે આ વાત પોલીસને ન જણાવે, પરંતુ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી, અને પોલીસે ચોરની ધરપકડ કરી લીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks