ધાર્મિક-દુનિયા

આ રીતે કરો છઠ પૂજા, આગવું માહાત્મ્ય તમારા જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ લઇ આવશે !!

હિન્દૂ ધર્મની અંદર દરેક પૂજાનું આગવું માહાત્મ્ય હોય છે. દરેક વાર- તેહવાર ઉપર પૂજા કરવા માટેની આગવી રીત પણ હોય છે ત્યારે આ વર્ષે છઠ પૂજાનું મહત્વ પણ ઘણું જ વધારે રહેલું છે. 20 નવેમ્બરના રોજ છઠ છે ત્યારે આજે અમે તમને છઠ પૂજા કરવાની રીત અને તેના માહાત્મ્ય વિશે જણાવીશું.

Image Source

છઠ પૂજાનું મહત્વ સૌથી વધુ ઉત્તર ભારતમાં જોવા મળે છે. UP- બિહાર, ઝારખંડમાં છઠ પૂજાનું સૌથી વધુ મહત્વ છે.  ત્યારે ગુજરાતમાં પણ હવે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. છઠ પૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ મહાત્મ્ય છે.

Image Source

આ ઉત્સવ 18 નવેમ્બરથી નહાય-ખાયના દિવસથી શરૂ થઇ ગયો છે. જે 4 દિવસ સુધી ચાલે છે. છઠે સૂર્યની પૂજા અને છઠ્ઠી માતાની પૂજા કરવામાં આવે છે. આ પૂજાની અંદર મૂર્તિ પૂજા નથી કરવામાં આવતી. આ પૂજામાં છઠ માતા માટે વ્રત રાખવામાં આવે છે. આ ઉપવાસને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. જેના કારણે છઠ પૂજા દરમિયાન ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.

Image Source

છઠ માતાની પૂજા દરમિયાન મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે જે નાક સુધી લાંબુ હોય છે. આમ કરવાથી તેમના પર છઠ માતાની કૃપા અને સૌભાગ્ય અખંડ રહે છે. કહેવાય છે કે સિંદૂર જેટલું લાંબું હોય છે પતિની ઉંમર તેટલી જ વધુ હોય છે. આ સાથે 36 કલાકનું નિર્જળા વ્રત પણ કરે છે અને તેમના ઉપવાસથી ભગવાન પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.

Image Source

છઠ માતાને સૂર્ય દેવની બહેન તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્ય સામે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે છઠ માતાની પૂજા કરવાના કારણે ઘરની અંદર ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

છઠની પૂજામાં કરવામાં આવતી ખાસ બાબતો:

  • છઠપૂજાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું.
  • ત્યારબાદ લાલ વસ્ત્રો ધારણ કરવા
  • એક તાંબાની થાળીમાં ગોળ અને ઘઉં ઘરના મંદિરમાં રાખવા
  • ત્યારબાદ એક લાલ આસન પર બેસીને તાંબાના દિવામાં ઘીનો દિવો કરી પ્રગટાવો
  • ભગવાન સૂર્ય નારાયણના સૂર્યાષ્ટકના 3 અથવા 5 વાર પાઠ કરવા
  • પોતાના સન્માનની પ્રાર્થના ભગવાન સૂર્યનારાયણને કરો.
  • તાંબાની થાળીમાં રહેલા ગોળને કોઇ જરૂરીયાત મંદ વ્યક્તિને સવારના સમયે દાન કરો.

છઠ માતાને સૂર્યદેવની બહેન તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્ય સામે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.એવું પણ માનવામાં આવે છે કે છઠ માતાની પૂજા કરવાના કારણે ઘરની અંદર ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.