હેલ્થ

કોરોનકાળમાં અમૃત સમાન છે આ 4 ઔષધિ, રોગ પ્રતિકારક શક્તિમાં કરે છે વધારો

દુનિયાભરમાં કોરોના વાયરસના ખતરાના ફેલાવવાની સાથે જ લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારવાના ઉપાયો કરવામાં લાગી ગયા. સોશિયલ મીડિયા ઉપર પણ રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા નુસ્ખાઓ મોટા પ્રમાણમાં આવવા લાગ્યા. પરંતુ ઘણા અંશે ઘણી વસ્તુઓની હકીકત કંઈક જુદી જ હોય છે. જેના કારણે શરીરમાં તેની આડઅસર પણ થતી જોવા મળે છે, પરંતુ આજે અમે તમને આયુર્વેદિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધે અને રોગો સામે રક્ષણ મળે એવી ચાર ઔષધિઓ જણાવીશું.

Image Source

1. ગિલોય (ગળો);
ગિલોયનો આયુર્વેદિક ફાયદો ઘણો છે. તેને અમૃત પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારના સંક્ર્મણ અને તાવને રોકવામાં આયુર્વેદનો બ્રહ્માસ્ત્ર છે. આ ઔષધિ તણાવ, વારંવાર બીમાર પડવું અને સંક્રમણના કારણે કમજોર થઈ ગયેલા શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરી રોગો સામે લડવાની શક્તિ વધારે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ શરીરમાં ઇન્ફ્લેમેશનમાં આરામ આપે છે.

Image Source

2. તુલસી:
તુલસીને જડીબુટ્ટીની રાણી પણ કહેવામાં આવે છે. આ આયુર્વેદમાં ખુબ જ સન્માનીય ઔષધિ છે. તેના અનેક ચિકિત્સક ફાયદાઓ છે. આધુનિક શોધમાં એ માલુમ થયું છે કે તુલસી સામાન્ય પેથોજન્સ, જેવા બેક્ટિરિયા, વાયરસ અને ફંગસને દૂર કરે છે. તુલસી સંક્ર્મણ કરવા વાળા આ તત્વોની વિરુદ્ધ શરીરને મજબૂત બનાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવે છે.

Image Source

3. આંબળા:
આંબળાને વંડરબેરી પણ કહેવામાં આવે છે. તે આયુર્વેદના સર્વશ્રેષ્ઠ રસાયણોમાં એક છે. આંબળાની અંદર વિટામિન સી અને અન્ય પ્રાકૃતિક એન્ટી ઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે એન્ટી ઓક્સીડેન્ટ વાયરસને વધતા રોકે છે. વાયરસનો ઝડપથી પ્રચાર પ્રસાર રોકે છે. અને વાયરસ ઉપર ઝડપથી પ્રહાર પણ કરે છે.

Image Source

4. અશ્વગંધા:
અશ્વગંધાને જિનસંગ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના વિશેષજ્ઞો તેને બળવર્ધક ટોનિક અથવા પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત કરવા વાળું રસાયન માને છે. અશ્વગંધા સંક્ર્મણ અને બીમારીઓથી લડવામાં શરીરની શક્તિને મજબૂત કરે છે. તે શરીરના ઉતકો અને ઓજસને પોષણ પ્રદાન કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.