ખબર

ભીખમાં મળેલા ગાદલાથી બદલાઈ ગઈ ભિખારીની કિસ્મત, અંદરથી એવું નીકળું કે… વાંચો એક સત્યઘટના

કોન બનેગા કરોડપતિમાં તો રાતો રાત કોઈની કિસ્મત બદલાઈ જતા આપણે જોઈએ છે પરંતુ કોઈ ભિખારીની કિસ્મત રાતો રાત બદલાઈ  જાય તે તો ભાગ્યે જ જોવા મળશે. ભિખારી પાસે મોટી મિલકત નીકળે એ વાત તો આપણે સાંભળીએ છીએ પણ ભિખારીને ભીખમાં લાખો રૂપિયા ભરેલું ગાદલું મળવું એ તો આપણે ક્યારેય સાંભળ્યું જ નહીં હોય. પરંતુ આ હકીકત છે.

Image Source

મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તરાખંડના પવિત્ર અને ધાર્મિક એવા હરિદ્વારના રાણીપુર કોતવાલમાં બની છે જ્યાં એક ભિખારી મંદિરની બહાર ભીખ મંગાવા બેસતો હતો જેને એક વ્યક્તિએ જૂનું ગાદલું આપ્યું જેમાં 40 લાખ રૂપિયા હતા.

Image Source

ગાદલું આપનારને પણ ખબર નહોતી કે આ ગાદલાની અંદર 40 લાખ રૂપિયા છે. જયારે ભીખ આપનાર વ્યક્તિને તેના પિતાએ ગાદલા વિશે પૂછ્યું ત્યારે તેને તે ગાદલું એક ભિખારીને દાનમાં આપી દીધું છે તેમ જણાવ્યુ ત્યારે તેના પિતાના હોશ ઉડી ગયા.

Image Source

ગાદલું આપનારના પિતાએ પોતાના જીવનભરની કમાણી ગાદલામાં છુપાવીને રાખી હતી. જની તેના બાળકોને પણ જાણ નહોતી। ઘરમાં પડેલું ગાદલું જૂનું અને જર્જરિત થઇ જવાના કારણે દીકરાએ તે ગાદલું મંદિરની ભાર બેસતા એક ભિખારીને આપી દીધું, પરંતુ ગાદલાની અંદર 40 લાખ રૂપિયા છે એ જાણી સૌના પગ નીચેથી જમીન જ સરકી ગઈ.

Image Source

ગાદલામાં 40 લાખ રૂપિયા છે એની જાણ થતા જ જે મંદિર પાસે ભિખારીને ગાદલાનું દાન આપ્યું હતું તે મંદિર પાસે પિતા પુત્ર પહોંચ્યા ત્યાં જઈને જોયું તો ભિખારી ત્યાં નહોતો. તેની શોધખોળ ચાલુ થઇ પિતા પુત્ર મંદિર મંદિર ફરવા લાગ્યા પણ એ ભિખારી ક્યાંય મળ્યો નહીં.

Image Source

ત્રણ દિવસ બાદ એ ભિખારી એક મંદિરની બહાર ભીખ માંગતો જોવા મળ્યો ત્યારે પિતા પુત્રએ એની પાસે દોડી જઈને ગાદલા વિશે પુછપરછ કરી પરંતુ એ પિતા પુત્રના નસીબમાં જાણે એ લક્ષ્મી લખાઈ જ નહિ હોય તેમ ભિખારીએ ગાદલું મળ્યાની વાત તો કબૂલી પરંતુ તેને તે ગાદલું બીજા ભિખારીને થોડા પૈસામાં વેચી દીધું હતું.

Image Source

પોલીસ પાસે પણ આ અંગેની કોઈ ફરિયાદ આવી નથી પરંતુ એક ભિખારી રાતોરાત લખપતિ બની પણ ગયો અને પાછો ભિખારી પણ બની ગયો. જેને દાનમાં ગાદલું આપ્યું તેતો પાયમાલ થઇ જ ગયો પરંતુ જેને નજીવી કિંમત આપીને એ ગાદલું ખરીદ્યું હતું તે ભિખારીને તો જાણે સાક્ષાત મા લક્ષ્મી પ્રસન્ન થઇ ગયા હોય એવી અનુભૂતિ થઇ હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.