ધાર્મિક-દુનિયા

સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતપુરાના ગણેશજીનો મહિમા છે અપાર, હજારો ભક્તો જાય છે ચોથ ભરવા, વાંચો ઈતિહાસ

ભારતભરમાં ઠેરઠેર ગણપતિ બાપ્પાના મંદિરો આવેલા છે, તેમાં પણ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનું ખુબ જ મોટું મહત્વ રહેલું છે. લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે મુંબઈ જતાં હોય છે, પરંતુ ગુજરાતમાં ધોળકા તાલુકામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરનો પણ એક આગવો મહિમા રહેલો છે.

Image Source

મહિનામાં એકવાર આવતી વદ ચોથ એટલે કે સંકટ ચોથના દિવસે આ મંદિરમાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારિક ચોથનું એક આગવું જ મહત્વ રહેલું છે.

એવું માનવામાં આવે છે કે સિદ્ધિવિનાયકના આ મંદિર પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. આ મંદિરમાં જે  ગણપતિની મૂર્તિ બિરાજમાન છે તે સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે.

Image Source

આ મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ કરતા પણ જૂનો છે. આ મંદિર સાથે જોડાયેલી કથામાં વિક્રમ સંવત 933ની અષાઢ વદ ચોથ અને રવિવારના રોજ હાથેલ નામના ગામમાં વૃક્ષ અને ઝાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ મળી આવી હતી એવું માનવામાંઆવે છે.  મૂર્તિના પગમાં સોનાના ઝાંઝર, કાનમાં સોનાના કુંડળ, કેડે કંદોરો અને માથે મુગટ પણ હતા.

જે સમયે જમીન ખોદી અને મૂર્તિ નીકળી તે સમયે ત્યાં કોઠ, રોજકા અને વંકુટા ગામના લોકો ત્યાં હાજર હતાં, તેથી આ દિવ્ય મૂર્તિને કયા ગામ લઈ જવી તે બાબતે તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો, ત્રણેય ગામના લોકો હઠ પર ઉતર્યા કે મૂર્તિની સ્થાપના તેમના ગામમાં જ થવી જોઈએ.

Image Source

કોઈ નમતું જોખવા માટે પણ તૈયાર નહોતું અને મૂર્તિની સ્થાપના કોઈ જગ્યાએ તો કરવી જ પડે, નહીંતર તે અશુભ માનવામાં આવે તેમ લોકો માનતા, અને જો સ્થાપના ના થાય તો ભગવાનનો પ્રકોપ પણ એ ગામ ઉપર વરસસે તેવો દર પણ મનમાં હતો. જેના કારણે ત્યાં હાજર રહેલા સમજુ લોકોએ આ તકલીફનો એક ઉકેલ શોધ્યો. તેમણે નક્કી કર્યું કે મૂર્તિને એક બળદ વગરના ગાડામાં મૂકવામાં આવે, ભગવાનની ઇચ્છા હશે તે તરફ ગાડાને દોરી જશે.

થયું એવું કે મૂર્તિને જેવી ગાડામાં રાખી કે ગાડું આપોઆપ ચાલવા લાગ્યું, આ ગાડું ગણેશપુરા તરફ જ્યાં શક્તિમાતાની સ્થાપના થયેલી હતી ત્યાં જઈને અટક્યું, તે સમયે તે જગ્યાનું નામ ગણેશપુરા નહોતું. જેવં ગાડું ગણેશપુરા અટક્યું કે તરત આપોઆપ ગાડામાંથી ગણપતિની મૂર્તિ નીચે પડી ગઈ. જે સ્થળે મૂર્તિ નીચે ગબડી હતી, ત્યાં જ મૂર્તિની સ્થાપના થઈ. તે સ્થળ ગણેશપુરાના નામે પ્રસિદ્ધ થયું.

Image Source

આજે ગણેશપુરાને લોકો ગણપતપુરા તરીકે ઓળખે છે, તેમજ બાજુમાં કોઠ ગામ હોવાના કારણે મંદિરમાં સ્થિત ગણપતિ બાપાને કોઠના ગણેશ પણ કહેવામાં આવે છે. આ મંદિર સવારે 5:30 કલાકે ખુલે છે અને સાંજે 8:30 કલાકે બંધ કરવામાં આવે છે. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવે છે.

આષાઢ વદ ચોથના દિવસે ગણપતિની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હોવાના કારણે આ દિવસનું ત્યાં ખાસું મહત્વ રહેલું છે. દૂર દૂરથી ભક્તો તેમના દર્શને આવે છે તેમજ ગણેશ ચતુર્થીના દિવસે પણ મંદિરમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

Image Source

આ મંદિરોનો ઇતિહાસ છે. જેની સાથે લોકોની ભક્તિ અને આસ્થા જોડાયેલી છે. હજારો ભક્તો બાપ્પાના દર્શન કરીને પાવન થાય છે.

કમેન્ટમાં જરૂર લખજો જય ગણેશ

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.