ખબર

અંકલેશ્વરમાં 9માં ધોરણમાં ભણતી બે વિધાર્થીનોઓએ જન્મ દિવસની પાર્ટીમાં દારૂ પીધો અને પછી જે થયું તે…..

આજકાલ યુવાધન ખોટી દિશામાં વળી રહ્યું છે તેના ઢગલાબંધ પુરાવાઓ મળે છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં આવા અનેક કિસ્સાઓ સામે પણ આવે છે ત્યારે અંકલેશ્વરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ-9માં ભણતી બે સગીરાઓએ જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણી અને પછી જે થયું તે ધારણા બહારનું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં રહેતી સગીરાને મોબાઈલ વાપરવા બાબતે તેની માતાએ ઠપકો આપતા તેને પોતાનું ઘર રાત્રે જ છોડી દીધું, પરંતુ રાત્રે ઘર છોડ્યા બાદ ક્યાં જવું તેને સમજાઈ રહ્યું નહોતું. જેના કારણે તે સગીરાઓએ પોતાના માનિતા ભાઈને કોઈ અજ્ઞાત વ્યક્તિ પાસેથી ફોન લઈને ફોન કર્યો.

Image Source

ત્યારબાદ તેનો માનીતો ભાઈ તે સગીરાઓને લઇ ગયો અને પોતાના મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં જવા માટે કહ્યું. તેના મિત્રના ઘરે યોજાઈ રહેલી જન્મ દિવસની પાર્ટીમાં બીજા પણ ત્રણ મિત્રો હાજર હતા.

Image Source

રાત્રે જન્મ દિવસની ઉજવણીમાં ઘરમાં કોઈ ના હોવાના કારણે તે પાંચ મિત્રો અને બે સગીરાઓએ ભેગા મળી અને કેક કાપી તેમજ દારૂની મહેફિલ પણ માણી. દારૂના નશામાં ચકનાચૂર થયેલી યુવતીઓને કોઈ વાતનું ભાન નહોતું, અને નશામાં જ એક રૂમની અંદર જઈને સુઈ ગઈ.

પરંતુ સવારે જયારે તે જાગી ત્યારે તેમના ગુપ્તાંગમાં દુઃખાવો થવા લાગ્યો, અને બે યુવકો તેની બાજુમાં જ સુતેલા જોયા ત્યારે તે પોતાના ઘરે પરત ફરી હતી. અને પોતાની માતાને બધી હકીકત જણાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

પોલીસે સગીરાઓને નિવેદનના આધારે પાંચ યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધીને તેમની ધરપકડ કરી હતી. સગીરાઓના મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. જે હજુ આવવાના બાકી છે. રિપોર્ટ આવતા જ એ વાત સાબિત થઇ જશે કે સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે કેમ? પોલીસે પ્રાથમિક પોક્સો એક્ટ તેમજ અપહરણનો ગુનો નોંધ્યો હતો.