મનોરંજન

આર્યન ખાન કેસ મામલે તાપસી પન્નૂએ આપી પ્રતિક્રિયા, કહ્યુ- “આટલા સ્ટાડમ બાદ તમને ખબર હશે કે…”

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડગ કેસ મામલે મુશ્કેલી વધતી જઇ રહી છે. આર્યન ખાનની જમાનત યાચિકા પર કાલે સુનાવણી થઇ હતી અને તે દરમિયાન કોર્ટે જમાનત અરજી નકારી દીધી હતી. ત્યારે હવે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જમાનત અરજી કરશે. બોલિવુડમાં શાહરૂખ ખાનને ઘણા સેલેબ્સ તરફથી સપોર્ટ મળ્યો છે અને તેઓ આર્યન ખાનનો બચાવ કરી રહ્યા છે. હવે અભિનેત્રી તાપસી પન્નૂએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આર્યન ખાન મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રીએ આ મામલે વાત કરતા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ  કે, એક પબ્લિક ફિગર હોવાનો ફાયદો હોય છએ તો કેટલાક નુકશાન પણ હોય છે. આ ફાયદા અને નુકશાન માત્ર સેલિબ્રિટી સુધી જ સીમિત નથી હોતા પરંતુ તેમના પરિવાર સુધી પણ રહે છે. એક સ્ટાર સ્ટેટસનો પોતાનો ફાયદો તો હોય જ છે. પરંતુ આ દરમિયાાન નેગેટિવ વસ્તુઓ પણ સામે આવે છે. જો તમે એક મોટા સ્ટારના દીકરા છો તો તમને પ્રિવલેજ અને ફુટેજ તો મળે છે સાથે સાથે તેની ઊંધી અસર પણ કયારેક જોવા મળે છે.

તાપસી કહે છે કે, લોકો પાસે હંમેશા કંઇના કંઇ કહેવા માટે હોય છે અને બાદમાં વસ્તુઓને લઇને તેમનો ઓપીનિયન પણ બદલાય છે. જયારે કાનૂના હિસાબે વસ્તુઓ ચાલવા લાગે છે તો બધી અફવાઓ બાયપાસ થઇ જાય છે. મને લાગે છે કે આટલા સ્ટારડમ બાદ તમને સારી રીતે ખબર હશે કે આ બધુ થશે. આ એમ નથી કે કયાંથી આવ્યા અને ખબર જ ના પડી. મને વિશ્વાસ છે કે તે જાણે છે કે કઇ રીતની વસ્તુઓ થવાની છે. આવી રીતના સ્ટાર સ્ટેટસ સાથે વ્યક્તિને સારી રીતે ખબર હોય છે કે શું થઇ શકે છે.