જાણવા જેવું ધાર્મિક-દુનિયા

દરરોજ સવારે હથેળીના દર્શન કરીને બોલો આ મંત્ર, જુવો તમારા જીવનમાં કેવા ચમત્કાર થાય છે..

શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતા જ બન્ને હથેળીઓના દર્શન કરવા જોઈએ.જો સવારી સારી જાય તો દિવસ પણ સારો જાય છે.દિવસ સારો જાય તે માટે આપણી અંદર અને બહાર એટલુંય મનમાં અને ઘરમાં શાંતિ અને પ્રસન્નતા હોવી જોઈએ. આપણે સવારે આંખ ખોલીને એવી કોઈ ચીજ જોવા નથી માંગતા જેથી આપણો દિવસ ખરાબ જાય. આપનો દિવસ સારો જાય તે માટે ઋષી-મુનિઓ  હથેળીના દર્શનના સનસકાર આપણને દીધા છે.

Image Source

આપની સંસ્કૃતિ આપણને ધર્મમય જીવન જીવતા શીખવાડે છે. આપણું જીવન સુખી, સમૃદ્ધિ અને આનંદમય બને તે માટે સંસ્કાર રચવામાં આવ્યા છે. અને દિનચર્યા નક્કી કરવામાં આવી છે. દિનચર્યાનો આરમ્ભ આંખ ખોલ્યા બાદ તત્કાલ શરૂ થાય છે. દિવસની શરૂઆતનું પહેલું ચરણ છે. કર દર્શનમ એટલે હથેળીઓના દર્શન. સવારે ઉઠતા જ હથેળીના દર્શન કરવા જોઈએ.
શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે. હાથમાં બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે.

સવારે ઉઠતા જ આ શ્લોક બોલવામાં આવે છે.

કરાગ્રે વસતે લક્ષ્મી :કરમધ્યે સરસ્વતી,
કરમૂલ્યે ચ ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ

Image Source

આ શ્લોકનો મતલબ થાય છે કે, હથેળીના આગળના ભાગના લક્ષ્મીજી  વચ્ચેના ભાગમાં સરસ્વતી, અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો નિવાસ હોય છે.તેથી સવારે ઉઠીને હથેળીના દર્શન કરવા જોઈએ.

શાસ્ત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, બન્ને હાથમાં કોઈ તીર્થ હોય છે, ચાર આંગળીઓના સૌથી આગળના ભાગમાં ‘દેવતીર્થ’ આંગલીનોના મૂળ ભાગમાં ‘પિતૃ તીર્થ’ અંગુઠાના મૂળભાગમાં ‘બ્રહ્મા તીર્થ’હોવાનું માનવામાં આવે છે.જમણા હાથમાં વચ્ચે અગણિતીર્થ અને ડાબા હાથના વચ્ચે સોમતીર્થ અને આંગળીઓના સાંધામાં ઋષિ તીર્થ આવેલું હોય છે.આ  દર્શન પણ કલ્યાણકારી માનવામાં આવે છે.

Image Source

જયારે વ્યક્તિ પુરા વિશ્વાસ સાથે તેના હાથ જોવે છે. તો ત્યારે તેને વિશ્વાસ થઇ જાય છે કે ,તેના આ શુભ કાર્યમાં દેવતા પણ તેના સહાયક બનશે. સાથે જ તે તેના હાથ પર ભરોસો કરીને સકારાત્મન કદમ ઉઠાવશે તો ભાગ્ય પણ તેનો સાથ દેશે. હાથના દર્શન પાછળ આ માન્યતા પણ રહી છે. સાથે જ એ પણ કહેવાયું છે કે, મારા આ હાથથી કઈ ખોટું કામ ના થાય.

Image Source

સવારે ઉઠીને હાથના જ દર્શન કેમ ?
આપણી  સઁસ્કૃતિ આપણને કર્મના જ સંદેશ આપે છે.જીવનના ચાર આધાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થ કહેવામાં આવ્યા છે. ભગવાન પુરુષાર્થી મનુષ્યની જ સહાયતા કરે છે. કર્મથી આપણા જીવનને સ્વર્ગ બનાવી દે છે.અને નર્કમાં પણ ધકેલી શકે છે. મનુષ્યના હાથ શરીરના મહત્વપૂર્ણ અંગ છે. આપણા બન્ને હાથ પુરુષાર્થ અને સફળતાનું પ્રતીક છે.

Author: GujjuRocks Teamતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks