અમદાવાદના AMC સબ ઇન્સ્પેકટરની લાશ સાબરમતીમાંથી મળી, આપઘાત કે હત્યા ? ઘૂંટાયું રહસ્ય… મંગળવારથી હતા લાપતા

Suspicious death of AMC sub inspector : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને યુવાનો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણા નાની ઉંમરના બાળકો પણ કોઈ અગમ્ય કારણોસર કે કોઈ નાની એવી વાતમાં પણ પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચારી લેતા હોય છે. તો ઘણા લોકોની હત્યા પણ થઇ હોવાનું સામે આવે છે, જેમાં અંગત અદાવત કે પ્રેમ પ્રસંગો હોવાનું સામે આવે છે. ઘણીવાર કોઈની લાશ મળે છે અને હત્યાનું કારણ પણ અકબંધ રહે છે.

ત્યારે હાલ એક ખબર અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં AMCના સબ ઇન્સ્પેકટરની લાશ સાબરમતીમાંથી મળી આવતા હડકંપ મચી ગયો છે. હવે ઈન્સ્પેક્ટરે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે તપાસનો વિષય બન્યો છે, પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તેમને સાબરમતીમાં પડતું મૂકીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ અમમળે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે તેમની મોત પાછળનું કારણ શું હોઈ શકે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નવસારીના અને અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલ નવજીવન એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય જયદીપ ચંદુભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં બોડકદેવ વોર્ડમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગત મંગળવારના રોજ તેમના ઘરેથી ગાયબ થઇ ગયા હતા, જેના બાદ તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ગઈકાલે જયદીપનું બાઇક મળી આવ્યા બાદ આખા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.

જેના બાદ તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં પાલડી સ્પોર્ટ સંકુલની પાછળથી મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને લાશની ઓળખ કરતા આ લાશ AMCમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેકટર જયદીપ પટેલની હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ આ મામલે પોતાની તપાસ આરંભી છે.

Niraj Patel