ફિલ્મી દુનિયા

સુશાંતે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જો મને ફિલ્મોમાં કામ નહીં મળે તો…’

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી એક બાદ એક ખરાબ ખબરથી બધા જ લોકો હેરાન પરેશાન છે. બધાના મનમાં એક જ ડર બેસી ગયો છે કે આખરે હવે કેટલું ખરાબ થવાનું બાકી છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન જેવા સીતારાઓના નિધન બાદ એક્ટર સુશાંત સિંહનું નિધન બધા માટે દુઃખદાયક છે. ફક્ત 34 વર્ષની ઉંમરે સુશાંતે સુસાઇડ કરી લેતા લોકોના મનમાં ઘણા સવાલ ઉભા થઇ રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput❤ (@sushantsinghrajput_forever) on

સુશાંતના ઘણા જુના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે સુશાંતનો એક જૂનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે જો તેમને ફિલ્મો ન મળી તો શું કરશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny (@yesik13801) on

સુશાંત રાજપૂતનો વાયરલ વિડીયો જૂનો છે. આ વિડીયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સુશાંત કેટલો પોઝિટિવ માણસ હતો. સુશાંત આ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, જ્યારે મેં ટીવી છોડ્યું હતું ત્યારે મે વિચાર્યું હતું કે જો મને કામ નહીં મળે તો હું ફિલ્મ સિટીમાં એક કેન્ટિન ખોલીશ. પોતાની શોર્ટ ફિલ્મો બનાવીશ અને તેમા કામ કરીશ.

વીડિયોમાં સુશાંતે વધુમાં કહ્યું હતું કે, મારી પહેલી ફિલ્મ કાઇપો છે જેમાં મેં 12 વખત ઓડિશન આપ્યું છે. મારી બીજી ફિલ્મ પીકે માટે મેં 3 વાર ઓડિશન આપ્યું હતું. મારી ત્રીજી ફિલ્મ યશરાજ બેનરની ફિલ્મ માટે મેં 1 મહિનાનો વર્કશોપ કર્યો હતો. આદિ અને મનીષ સામે મેં ઓડિશન આપ્યાં છે. બેસ્ટ પાર્ટ તો એ છે કે અભિષેક, આદિત્ય ચોપડા, મિસ્ટર હિરાનીએ મને ટીવીમાં ક્યારેય જોયો નથી. તેમને આઇડિયા પણ ન હતો કે હું કોણ છું. તેમને મારી ઓડિશન ટેપ જોઇ અને તેમાંથી જ નક્કી કર્યું કે હું કામ કરી શકીશ.

સુશાંતનો આ વીડિયો જોયા પછી કોઈ કહેશે નહીં કે તેઓ આટલો નબળો હશે કે તે આત્મહત્યા કરવાનો પણ મોટો નિર્ણય લઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by lalan (@east8789) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.