ખબર ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યામાં મોટું રહસ્ય આવ્યું સામે, સ્ટાફને આપ્યો હતો 3 દિવસ પહેલા પગાર, અને કહ્યું હતું “હવે આગળ પૈસા નહિ આપી શકું

બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસ તેની આત્મહત્યા પાછળના કારણો શોધી રહી છે ત્યારે એક મહત્વની વાત પોલીસને જાણવા મળી છે.

Image Source

સુશાંતે પોતાની આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ પોતાના સ્ટાફને પગાર ચૂકવી અને હિસાબ ચૂકતે કરી દીધો હતો.  પોલીસે સુશાંતના સ્ટાફ, મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકો સાથે પુછપરછ કરી હતી. રિપોર્ટ પ્રમાણે સુશાંતે ત્રણ દિવસ પહેલા બધા જ લોકોને પગાર આપતા કહ્યું હતું કે “તેમના માટે હવે આગળ તેમને પગાર આપવો શક્ય નહિ બને!!”

Image Source

સુશાંતની વાતથી તેના કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે “તમે અમને આટલા દિવસ સુધી સાચવ્યા છે તો આગળ પણ અને કંઈકનું કંઈક કરી લઈશું.”

Image Source

રિપોર્ટમાં એમ પણ સામે આવ્યું છે કે સુશાંતના એક મેનેજરે પોલીસને એમ જણાવ્યું હતું કે તે તેની એક્સ મેનેજર દિશા સાથે વેબ સિરીઝમાં અભિનય કરવા માટે ટચમાં હતો. જો કે તેની અંદરથી વધુ કઈ જાણવા નથી મળ્યું, રિપોર્ટ પ્રમાણે સુશાંત અને દિશાએ વોટસએપ દ્વારા માર્ચમાં વાત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.