અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર કરાયેલ યુવકનું હ્રદય યુક્રેનની યુવતિમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ, યુવતિએ તેના માતા-પિતાને કરાવ્યો યુક્રેનનો પ્રવાસ

સુરતના આ પટેલના દીકરાનું હૃદય છેક યુક્રેનમાં ધબક્યું…!!! પછી યુવતીએ દાતાના મમ્મી પપ્પાએ વિદેશ બોલાવ્યા- જુઓ

હાલમાં કેટલાક સમયથી સુરતમાંથી અંગદાન કરવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના એક યુવકનું હાર્ટ યુક્રેનની યુવતિમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ.  269 કિમીનું અંતર 87 મિનિટમાં કાપી યુક્રેનની યુવતિમાં આ યુવકનું હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ.

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા રવિ દેવાણીનો વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં અકસ્માત થયો હતો અને તે બાદ તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના હ્રદય સહિત કેટલાક અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ. રવિના હ્રદયને 87 મિનિટમાં સુરતથી મુંબઇની હોસ્પિટલ પહોંચાડવમાં આવ્યુ હતુ અને ત્યાં સારવાર લઇ રહેલી યુક્રેનની નતાલીયામાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. હવે આ યુવતિએ રવિના માતા-પિતાને યુક્રેન બોલાવ્યા હતા.

દીકરા રવિના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળી માતા-પિતા ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાંથી આસુ સરી પડ્યા હતા. નતાલિયાએ રવિના માતા-પિતાને યુક્રેન ફરાવ્યા હતા અને તે પણ પૂરા આદર અને સત્કાર સાથે. ત્યારે નતાલિયાને જોતા તેઓ ગદગદિત થઇ ગયા હતા. રવિની વાત કરીએ તો, તેનો અમદાવાદ ખાતે 6 એપ્રિલ 2017ના રોજ અકસ્માત થયો હતો.

તેનો ગાય સાથે અકસ્માત થતા તે બેભાન થઇ ગયો હતો અને તે બાદ તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. રવિની સારવાર સુરતના પરવત પાટિયા સ્થિત હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ તબિયતમાં કોઇ સુધારો ન થતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિના હ્રદય સાથે સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.

Shah Jina