GujjuRocks

મોટી થતા જ સ્ટાઈલિશ દેખાવા લાગી છે ન્યાસા દેવગન, નવી 10 તસ્વીરો જોઈને કહેશો બોલીવુડની હીરોઇનો ફિક્કી લાગે છે

આજના સમયમાં બોલીવુડમાં અભિનેતા કે અભિનેત્રીઓની સાથે-સાથે તેઓના બાળકો પણ લોકપ્રિય થવા લાગ્યા છે. નાની ઉમરં હોવા છતાં પણ ઘણા સ્ટાર કિડ્સ એવા છે જેની લોકપ્રિયતા કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. જેમ કે તૈમુર અલી ખાન કે શાહરુખની દીકરી સુહાના ખાનની વાત કરીયે તો તેઓ અવારનવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.

એમાંની જ એક લોકપ્રિય સ્ટાર કિડ છે અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન. ન્યાસા દેવગને હજી બોલીવુડમાં એન્ટ્રી નથી લીધી છતાં પણ તેની લોકપ્રિયતા પોતાના માતા-પિતા જેટલી જ છે.

મોટાભાગે સોશિયલ મીડિયા પર ન્યાસાની તસ્વીરો વાઇલર થતી રહે છે. ન્યાસા ઘણીવાર પોતાના ડ્રેસ અને ફેશન સ્ટાઇલને લીધે આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે. જો કે ન્યાસાના અંદાજને તેના ચાહકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવે છે.

જેમ જેમ ન્યાસા મોટી થઇ રહી છે તેમ તેમ તેમ તે પોતાની માં કાજોલ કરતા પણ વધારે સુંદર દેખાવા લાગી છે. જણાવી દઈએ કે ન્યાસા દેવગન પિતા અજય દેવગનની ખુબ જ નજીક છે.

એવામાં આગળના મહિને ન્યાસા પોતાના મિત્રોની સાથે સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ હતી. જેમાં ન્યાસાએ પહેરેલા ડ્રેસ તરફ દરેક કોઈનું ધ્યાન આકર્ષિત થયું હતું.

Image Source

આ મૌકા દરમિયાન ન્યાસાએ લાલ કલરનો ડોટેન્ડ મીની ડ્રેસ પહેરી રાખ્યો હતો. લાઈટ મેકઅપની સાથે લિપસ્ટિકમાં ન્યાસા ખુબ જ સુંદર દેખાઈ હતી.

Image Source

જ્યારે અન્ય એક તસ્વીરએમાં ન્યાસા પોતાની માં કાજોલ સાથે સુંદર અંદાજમાં જોવા મળી હતી.  ન્યાસાનો આ સુંદર ડ્રેસ Naystagal બ્રાન્ડનો You’re Spot On Spotty Wrap Dress છે. જેની કિંમત $30.00 એટલે કે 2149 રૂપિયા છે.

Image Source

આ સિવાય ન્યાસા અમુક સમય પહેલા કાજોલ સાથે એરપોર્ટ પર જોવામાં આવી હતી, જેમાં તે ખુબ જ સ્ટાઈલિશ જોવા મળી હતી.

આ સિવાય તે રેસ્ટોરેન્ટની બહાર પોતાના મિત્રો સાથે પણ જોવા મળી હતી. જેમાં તેણે ચેક પ્રિન્ટ વાળો શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

એક સમય હતો જ્યારે ન્યાસા દેવગન કેમરાની સામે આવતા ગભરાતી હતી અને લાઈમલાઈટથી દૂર રહેતી હતી, પણ હવેના સમયમાં ન્યાસા કેમરાની સામે પોઝ આપવાથી બિલકુલ પણ અચકાતી નથી.

આગળના અમુક દિવસોમાં ન્યાસા પોતાના ડ્રેસને લીધે ઘણીવાર આલોચનાનો શિકાર થઇ ચુકી છે. જેના પર અજય દેવગને આવા ટ્રોલર્સને કરારો જવાબ પણ આપ્યો હતો.

દેવગન પરિવાર મોટાભાગે વેકેશન પર જતા રહે છે, જેમાં ન્યાસાની અદાઓ જોવા લાયક હોય છે. અમુક સમય પહેલા જ પૂરો પરિવાર રોડ ટ્રીપ માટે નીકળ્યો હતો, જેની તસ્વીરો પણ ખુબ વાઇરલ થઇ હતી.

ન્યાસા દેવગન હાલ સિંગાપોરમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે, અને ફિલ્મોમાં આવવા માટે તેનો અત્યારે કોઈ જ વિચાર નથી. અજય દેવગને દીકરી ન્યાસા માટે સિંગાપોરમાં આલીશાન ફ્લેટ પણ ખરીદ્યો છે.

ન્યાસાના બોલીવુડમાં આવવા પર અજય દેવગને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હાલ ન્યાસા પોતાના અભ્યાસમાં ધ્યાન લગાવવા માંગે છે. હાલ તો તેને તેને ફિલ્મોમાં કમ કરવા પર કોઈ દિલચસ્પી નથી. પણ અભ્યાસ પૂરો કર્યા પછી તેનો નિર્ણય બદલી શકે છે અને ફિલ્મોમાં કામ પણ કરી શકે.”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Exit mobile version