ખબર

રસ્તા ઉપર પુસ્તકો વેચનારા વ્યક્તિએ ચેતન ભગતને જ વેચ્યું તેમનું પુસ્તક, કહ્યું “બહુ વેચાય છે” જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે નાનો મોટો વ્યવસાય જરૂર કરતા હોય છે, કોઈ લારી ઉપર શાકભાજી વેચે છે તો ઘણા લોકો રસ્તા ઉપર કોઈપણ સામાન વેંચતા હોય છે. આવા જ એક પુસ્તક વેંચતા વ્યક્તિનો એક કિસ્સો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

ચેતન ભગતે જ આ વીડિયોને પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે, જેમાં ચેતન ભગતના પુસ્તકોની લોકપ્રિયતા દેખાઈ આવે છે. વીડિયોની અંદર એક વ્યક્તિ રોડ ઉપર પુસ્તકો વેચી રહ્યો છે અને ચેતન ભગતની ગાડી પાસે આવી અને તેમને જ પુસ્તકો વેચે છે.

1.09 મિનિટના આ વીડિયોમાં ચેતન ભગત પુસ્તકો વેચનારને પૂછે છે કે, “ચેતન ભગતની બુક છે ? જયારે તે વ્યક્તિ હા, કહે છે ત્યારે ચેતન ભગત તેને બીજો સવાલ પૂછે છે કે, “ચાલે છે તેમના પુસ્તકો, બધા કહે છે મજા નથી તેમના પુસ્તકોમાં” જેવા સવાલો પૂછે છે.ત્યારે પુસ્તક વેચનાર પોઝિટિવ જવાબ આપતા કહે છે કે આ પુસ્તકો બહુ વેચાય છે અને વાંચવામાં પણ મજા આવે છે.” આ વીડિયો શેર કરવાની સાથે ચેતન ભગતે કેપશન પણ આપ્યું છે.

Image Source

ચેતન ભગતે વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “આજે હું આ વ્યક્તિને મળ્યો, તેને એ માનવાથી ઈનકાર કરી દીધો કે ચેતન ભગત સારા નથી, તેની મહેનત અને તેના માર્કેટિંગની પ્રસંશા કરું છું. હું આ લોકોના કારણે છું.”

Image Source

જ્યારે તે વ્યક્તિને ખબર પડે છે કે ગાડીમાં બેસીને પુસ્તકો ખરીદનાર બીજું કોઈ નથી ચેતન ભગત પોતે જ છે ત્યારે તે તરત પોતાનો ફોન કાઢી અને તેમની સાથે સેલ્ફી પણ લેતો વીડિયોમાં નજરે પડે છે.

ચેતન ભગત અને તેમના પુસ્તકોની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાયેલી છે, તેમના પુસ્તકો ઉપરથી બોલીવુડની ફિલ્મો પણ બની છે. ચેતન ભગતે શેર કરેલા આ વીડિયોને હજારો લોકોએ નિહાળ્યો છે.