લો બોલો.. સ્ટેજ પર વરમાળા દરમિયાન કન્યાની હરકતો જોઈને આવી ગયો વરરાજાને ગુસ્સો, અને પછી કર્યું એવું કે… જુઓ ફની વીડિયો

વરરાજાની વરમાળા સમયે વિચિત્ર હરકત : કન્યા મસ્તી કરવા માટે ગઈ અને વરરાજાને ગુસ્સો આવતા કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમને પણ કમકમીયા આવી જશે… જુઓ

Strange behavior of the bridegroom : હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. જેમાં લગ્નની અલગ અલગ વિધિઓ પણ જોવા મળતી હોય છે તો ઘણા વીડિયોની અંદર કેટલીક ફની ઘટનાઓ પણ સામે આવે છે અને આવા વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. હાલ એક એવા જ વીડિયોએ ધૂમ મચાવી છે જેમાં વરરાજાને કન્યા પર ગુસ્સો આવતા જ એવું કરે છે કે લોકો હવે વરરાજા પર ગુસ્સે થઇ રહ્યા છે.

કન્યાને માર્યો ધક્કો :

વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન પહેલા વરરાજાના ગળામાં માળા નાખે છે. આ પછી વરરાજા પણ દુલ્હનના ગળામાં દુલ્હનને માળા પહેરાવવા જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરમાળા દરમિયાન વરરાજાને માળા પહેરાવવામાં આવતા દુલ્હન થોડી મજાક કરવા લાગે છે. જ્યારે પણ વરરાજા કન્યાના ગળામાં માળા નાખવાનો પ્રયત્ન કરે ત્યારે તે પાછળ નમી જાય છે. પહેલી વાર તો વરરાજા પણ હસી પડ્યા, પણ વારંવાર આવું કરીને વરરાજાને ગુસ્સો કરાવતા જ તેણે કન્યાને જોરથી ધક્કો મારીને જમીન પર પછાડી દીધી.

મહેમાનો રહી ગયા હેરાન :

આ જોઈને સૌ કોઈ હેરાન પણ રહી જાય છે અને તેના બાદ વરરાજાએ માળા ફેંકી અને ચાલ્યો ગયો. ત્યારે આ વીડિયો જંગલમાં આગની જેમ વાયરલ થઇ ગયો અને લોકો પણ વરરાજાની આ હરકતથી ખુબ જ નારાજ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 88.5 મિલિયન કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ 18 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

યુઝર્સે વ્યક્ત કર્યો ગુસ્સો :

વીડિયો પર ઘણા લોકો પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વરરાજાના આવા વિચિત્ર વહેવારના કારણે ત્યાં હાજર સંબંધીઓ પણ હેરાન છે. તો કોમેન્ટ પણ ઘણા લોકો આવા વ્યક્તિ સાથે લગ્ન ના કરવાની સલાહ પણ આપી રહ્યા છે. પરંતુ ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયો અને વીડિયો પોસ્ટ કરનારની પ્રોફાઈલ જોતા આ ખાલી મનોરંજન માટે બનાવેલો વીડિયો હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Verma (@princevermareal)

Niraj Patel