શું તમે ક્યારેય જોઇ છે અમૂલ બટરમાં સોનાની તસ્કરી ? પેસેન્જર દુબઇથી છૂપાવી લાવ્યો 200 ગ્રામથી પણ વધારે ગોલ્ડ- જુઓ
તસ્કરો દાણચોરીની અનોખી અને નવી પદ્ધતિઓ શોધતા હોય છે જેને કારણે તેઓ કસ્ટમ વિભાગના લોકોને ‘મામુ’ બનાવી શકે ! પરંતુ તેમને ખબર નથી કે કસ્ટમ વિભાગ તેમનાથી ચાર ડગલાં આગળ છે. તાજેતરનો કિસ્સો તેનો પુરાવો છે. વાસ્તવમાં, દુબઈથી મુસાફરી કરીને મુંબઈ પરત ફરેલા એક ભારતીય નાગરિકને કસ્ટમ અધિકારીઓએ તપાસ માટે અટકાવ્યો હતો, જેની પાસેથી પાંચ 24 કેરેટ સોનાના ઘરેણા, ત્રણ રોડિયમ પ્લેટેડ સિક્કા, સોનાના તારનાં કપાયેલા ટુકડાઓ, આનું કુલ વજન હતુ 215 ગ્રામ.
આ સાથે, બે iPhone Pro 128 GB રિકવર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં તેની પાસેથી અમૂલ બટર, રૂમાલ, કપડાં અને આઈફોનના હેન્ડ બેગમાં સોનાના ટુકડાઓ છુપાવવામાં આવ્યા હતા. 4 માર્ચે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરતા ન્યૂઝ એજન્સી ANIએ કહ્યું- દુબઈથી મુંબઈ જઈ રહેલા એક વ્યક્તિને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. અધિકારીઓએ 24 કેરેટ સોનાના જ્વેલરીના 5 નંગ, 3 રોડિયમ-પ્લેટેડ સિક્કા, 215 ગ્રામ કાપેલા તાર અને 2 iPhone PRO 128GB શોધી કાઢ્યા અને જપ્ત કર્યા. જ્યારે લોકોએ જોયું કે વ્યક્તિએ અમૂલ બટરની અંદર સોનું છૂપાવ્યુ હતુ તો બધા દંગ રહી ગયા.
ઘણા યુઝર્સ આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તસ્કરના મગજને સલામ કરી રહ્યા છે તો ઘણા કસ્ટમ વિભાગને સલામ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કસ્ટમ અધિકારીઓ પહેલા અમૂલ બટરનું સ્કૂલ પેક ખોલે છે અને અંદરથી સોનાનો ટુકડો બહાર કાઢે છે. એટલું જ નહીં, તે ટુવાલની સિલાઇમાં છુપાયેલા સોનાના ટુકડા પણ બહાર કાઢીને બતાવે છે. આ પછી પેન્ટના રબરમાં છુપાયેલા સોનાના નાના-નાના ટુકડાઓ બહાર કાઢીને પણ બતાવે છે. જો કે, કસ્ટમ અધિકારીઓની સામે તસ્કરની ચાલાકી નિષ્ફળ ગઈ હતી.
#WATCH | An Indian national traveling from Dubai to Mumbai was intercepted and 24 karat gold jewelery (5), rhodium plated coins(3) cut pieces of wire collectively weighing 215.00 grams (net), and 2 iPhones (Pro 128 GB) were recovered: Mumbai Airport Customs
(Video: Customs) pic.twitter.com/uDKF9u84SR
— ANI (@ANI) March 4, 2024