લગ્ન બાદ આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સુહાગરાતની રીલ, યુઝર્સ બોલ્યા- બસ હવે આના આગળનો વીડિયો ના મૂકતો…

સુંદર દુલ્હન લાવ્યા પછી પતિએ લગ્ન બાદ બનાવ્યો સુહાગરાતનો વીડિયો, હરકત પર ભડક્યા લોકો, જુઓ એ વીડિયો

ઈન્ટરનેટના જમાનામાં લોકોને ફેમસ થવાની એટલી લત લાગી ગઈ છે કે તેઓ કંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. રીલની લોકપ્રિયતાએ તો લોકોની પ્રાઈવસીનો પણ નાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાંથી કેટલાક તો એવા હોય છે કે કદાચ લોકોએ તેને શેર ન કરવા જોઈએ.

આવો જ એક વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને એક વ્યક્તિએ સુહાગરાત પર બનાવ્યો હતો. આ વ્યક્તિ પહેલા તેના લગ્નનો વીડિયો શેર કરી ચૂક્યો છે, જેમાં તે પત્નીની માંગમાં સિંદૂર ભરતા સમયે શાહિદ કપૂરની ફિલ્મના ગીત પર એક્ટિંગ કરી રહ્યો હતો. આ પછી હવે તેણે તેની સુહાગરાતનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં વરરાજા તેની પત્નીનો ઘુંઘટ ઉઠાવે છે અને તેને ટેડીબિયર ગિફ્ટ કરે છે. જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતો યુવક રાજા છે, જે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતો રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ પણ છે. તેના સુહાગરાત વાળા વીડિયોને લગભગ 3 લાખ લોકોએ લાઈક કર્યો હતો અને સેંકડો લોકોએ કમેન્ટ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Raja Vlogs 1123 (@raja_vlogs1123)

Shah Jina