પ્રમોશન દરમિયાન રાશિ ખન્ના સાથે એવા અંદાજમાં સ્પોટ થયો સિદ્ધાર્થ મલ્હોત્રા કે ક્લોઝનેસ જોઇ ભડક્યા ચાહકો…કહ્યુ- ઉમ્મીદ નહોતી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’ માટે ચર્ચામાં છે. હાલમાં જ થોડા દિવસ પહેલા બંને સ્ટાર્સ જયપુરમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાએ જયપુરમાં ફિલ્મ ‘યોદ્ધા’નું પહેલું ગીત લોન્ચ કર્યું. આ દરમિયાન આ બંને કલાકારો હાથ પકડીને જોવા મળ્યા હતા.
ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. વીડિયો જોઈને સિદ્ધાર્થ અને કિયારાના ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો જોયા બાદ કિયારા અડવાણીના ચાહકોએ નિરાશા વ્યક્ત કરી અને કમેન્ટ કરતાં એકે લખ્યું, ‘મને કિયારાની બાજુથી ખૂબ જ ખરાબ લાગે છે. જ્યારે અન્ય એકે લખ્યુ, ‘આ બંને કપસની જેમ કેમ બિહેવ કરી રહ્યા છે’.
જણાવી દઇએ કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી રાશિ ખન્ના પ્રમોશન દરમિયાન સિદ્ધાર્થનો હાથ પકડતી જોવા મળી રહી છે. અભિનેતાએ થોડા સમય માટે તેનો હાથ પકડી રાખ્યો પરંતુ પછી તે તેનો હાથ છોડાવતો જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યુ છે કે જ્યારે રાશિ ખન્નાએ સિદ્ધાર્થનો હાથ પકડ્યો ત્યારે સિદ્ધાર્થ થોડો અસહજ થઈ ગયો હતો, તેણે રાશિનો હાથ હટાવવાનો પ્રયત્ન કર્યો પણ રાશિએ તેનો હાથ પકડી લીધો.
ઉલ્લેખનીય છે કે ‘યોદ્ધા’ ફિલ્મ લાંબા સમયથી પોસ્ટપોન થઇ રહી છે. તે અગાઉ 7 જુલાઈ 2023ના રોજ રિલીઝ થવાની હતી જો કે તે બાદ તેની રિલીઝ ડેટ 8 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી પરંતુ હવે આખરે આ ફિલ્મ 15 માર્ચે રીલિઝ થવા જઇ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના અંગત જીવનની વાત કરીએ તો લગભગ ત્રણ ચાર વર્ષના ડેટિંગ બાદ સિદ અને કિયારાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરમાં ખૂબ જ ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફોટા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરાયેલા લગ્નના ફોટા છે.
View this post on Instagram
ink=”