જાહ્નવી કપૂરે પોપ સિંગર રિહાના સાથે ‘ઝિંગાટ’ ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, વીડિયો જોઇ ખુલ્લુ રહી જશો મોં
રિહાના સાથે જાહ્નવી કપૂરે લગાવ્યા નોનસ્ટોપ ઠુમકા, અનંત-રાધિકાની કોકટેલ નાઇટમાં કર્યો જબરદસ્ત ડાંસ
ગુજરાતના જામનગરમાં 1 માર્ચે મોડી રાત્રે એશિયાના મશહૂર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ રાધિકા-અનંતની પ્રી વેડિંગ સેરેમનીના પહેલા દિવસે કોકટેલ નાઇટમાં પર્ફોર્મન્સ આપ્યુ હતુ.
આ દરમિયાન દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરે રિહાના સાથેનો તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે પેપ સિંગર સાથે ઠુમકા લગાવતી જોઇ શકાય છે. જાહ્નવી કપૂરે પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો જેમાં તે હોલિવૂડની દિગ્ગજ પોપ સ્ટાર રિહાના સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
રિહાના અને જાહ્નવીનો આ ડાન્સ વીડિયો એટલો શાનદાર છે કે ચાહકો તેના પરથી નજર નથી હટાવી શકતા. વીડિયોમાં જાહ્નવી રિહાના સાથે ફિલ્મ ધડકના પ્રખ્યાત ગીત ઝિંગાટ પર ડાન્સ કરતી જોવા મળે છે. રિહાના અને જાહ્નવીને એકસાથે ડાન્સ કરતા જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram