જામનગર આવીને ખુશખુશાલ થઇ ગઈ સિંગર રિહાના, જતાં જતાં જુઓ શું બોલતી ગઈ….જાણો વિગત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા હોલિવૂડ પોપ સ્ટાર રિહાના ભારત આવી હતી. 1 માર્ચના રોજ જામનગરમાં આયોજિત પ્રથમ દિવસના ફંક્શનમાં રિહાનાએ તેના પરફોર્મન્સથી ધૂમ મચાવી દીધી હતી. અમેરિકાથી આવેલી પોપ સિંગર રિહાનાએ કપલના પ્રી-વેડિંગ બેશમાં પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા.

પાર્ટીમાં સ્ટેજ પર આગ લગાવ્યા બાદ રિહાનાએ જામનગર એરપોર્ટ પર પેપરાજી સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં પેપરાજી રિહાનાને જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ચીયર કરતા જોવા મળ્યા. પેપરાજીના ‘વેલકમ ટુ ઈન્ડિયા’ કહેવા પર સિંગરે થેક્યુ કહ્યુ અને વાતચીત દરમિયાન રિહાનાએ પેપરાજીને કહ્યું, આઇ લવ ઇન્ડિયા, હું ફરી અહીં આવવાનું પસંદ કરીશ.

આ ઉપરાંત બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંગર પેપરાજી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત રિહાના સુરક્ષા કર્મચારીઓને ગળે લગાડતી અને ગુડબાય કહેતી જોવા મળી રહી છે. રિહાનાને ખાસ કરીને અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે ક્રૂ અને ભારે સામાન સાથે 29 ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

1 માર્ચે રાત્રે તેણે કોકટેલ પાર્ટી દરમિયાન તેનું જોરદાર પરફોર્મન્સ આપ્યું અને 2 માર્ચે સવારે 6 વાગ્યા આસપાસ તે તેના દેશ જવા રવાના પણ થઈ ગઇ. ઘણા યુઝર્સ રિહાનાના વખાણ કરી રહ્યા છે. એકે કહ્યું, ‘તે આપણા બોલિવૂડના લોકો કરતા ઘણી સારી છે.’ તો અન્ય એકે કહ્યું, ‘તે ખૂબ જ ક્યૂટ છે, તે કેટલી ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. ત્યાં બીજા એકે કહ્યુ, ‘કેટલી સંસ્કારી છે, પલ્લુ પણ રાખ્યો છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, રિહાનાએ તેના પરફોર્મન્સ સમયે જે રીતનો આઉટફિટ પહેર્યો હતો તેને જોઇ ઘણા યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. પોશાક પહેર્યો હતો. તેણે પોતાની જાતને એક્સપોઝ નથી કરી, જેના માટે લોકો તેના વખાણ કરી રહ્યા છે. પોપ સ્ટારે માહોલના હિસાબે પોતાને ડ્રેસઅપ કર્યુ હતુ. તેણે પોતાને એક્સપોઝ ન કરી અને આના માટે લોકો તેની તારીફ કરી રહ્યા છે.

Shah Jina