રિહાનાએ ઓરી પાસે માગી લીધી તેની સૌથી ખાસ વસ્તુ, જતા-જતા પોતાની સાથે લઇ ગઇ પોપ સ્ટાર- જુઓ વીડિયો

મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીની ખૂબ ધૂમ રહી. બોલિવુડ સેલિબ્રિટીઓથી લઇને ઇન્ટરનેશનલ સ્ટાર્સ પણ આ દરમિયાન જામનગરની ચકાચોંધમાં ચાર ચાંદ લગાવતા નજર આવ્યા. જો કે, સૌથી વધારે ચર્ચા તો મશહૂર હોલિવુડ સિંગર રિહાનાના પરફોર્મન્સની રહી.

અંબાણીના આ ભવ્ય ઇવેન્ટમાં પધારનાર મોંઘેરા મહેમાનોને સિંગરના પરફોર્મન્સનો લુત્ફ ઉઠાવ્યો અને આ સાથે સોશિયલ મીડિયા પર પણ લોકોએ ખૂબ મજા કરી. ત્યારે હવે અંબાણીની પાર્ટીનો એક ઇનસાઇડ વીડિયો સામે આવ્યો છે, જેમાં ઓરી અને રિહાના એકસાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પાર્ટીના મ્યુઝિક પર એન્જોય કરતા ઓરી અને રિહાના આસપાસ ડાંસ કરતા જોવા મળે છે.

રિહાના ઓરીના કાનમાં કંઇક કહે છે અને ઓરીના ઇયરિંગ્સની તારીફ કરે છે. બંને આ વીડિયોમાં એકબીજા સાથે વાતો કરતા જોવા મળે છે, રિહાના હાથમાં કંઇક દેખાઇ રહ્યુ છે અને તે ઓરીના ઇયરિંગ્સની તારીફ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ઓરીએ તેના ઇયરિંગ્સ રિહાનાને ગિફ્ટ કરી દીધા.

ઘણા યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યુ- આ ઓરીની લાઇફનું સૌથી મોટુ અચીવમેન્ટ છે. જ્યારે બીજા એકે કહ્યુ- આ ત્યાં પણ પહોચી ગયો. વીડિયો પર ઘણા લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, 1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ રવિવાર સુધી ગુજરાતના જામનગરમાં દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ભવ્ય પ્રી વેડિંગ ફંક્શન યોજાયુ, આ દરમિયાન હોલિવુડની પોપ સિંગર રિહાનાએ પહેલા દિવસે એટલે કે શુક્રવારે તેના પરફોર્મન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

Shah Jina