મંત્રી પણ થઇ ગયા આ ટ્રાફિકકર્મીના ડાન્સ મૂવ્સના ફેન, જે લોકોને નિયમોનું પાલન કરાવવા અને ટ્રાફિક કંટ્રોલ કરવા માઈકલ જેક્શનની જેમ કરે છે ડાન્સ, જુઓ વીડિયો
Traffic Policeman Ranjit Singh Dance : આપણા દેશમાં ઘણા બધા ટેલેન્ટેડ લોકો ભરેલા પડ્યા છે. પરંતુ પરિસ્થિતિના અભાવે ઘણા લોકોને ટેલેન્ટ બતાવવાનો મોકો નથી મળતો. પરંતુ આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા દ્વારા લોકો ગમે તે રીતે પોતાનો ટેલેન્ટ બતાવી દેતા હોય છે. તમે ઘણા લોકોના વીડિયો જોયા હશે જેમાં તેમનો ટેલેન્ટ જોવા મળે છે અને તે રાતો રાત વાયરલ પણ થઇ જાય છે. ત્યારે હાલ એક ટ્રાફીકકર્મીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મંત્રીએ શેર કર્યો વીડિયો :
નાગાલેન્ડના મંત્રી ટેમ્જેન ઇમના અલંગે તેમના એક્સ એકાઉન્ટ પર ટ્રાફિક પોલીસકર્મીનો વીડિયો શેર કર્યો છે. જે પોતાના ડાન્સ દ્વારા લોકોને નિયમોનું પાલન કરાવે છે. આ છે ઈન્દોરના ટ્રાફિક કોન્સ્ટેબલ રણજીત સિંહ. તેઓ છેલ્લા 16 વર્ષથી ઈન્દોરમાં ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. તે માઈકલ જેક્સનના ‘મૂનવોક’ ડાન્સ મૂવ્સ દ્વારા આ કરે છે. વિડિયો શેર કરતી વખતે, ટેમ્ઝેન ઇમના અલોંગ કેપ્શનમાં લખ્યું, ‘તમારી ચાલ બતાવવા માટે યોગ્ય પ્લેટફોર્મની રાહ ન જુઓ, જાતે જ યોગ્ય પ્લેટફોર્મ બનાવો!’
સોશિયલ મીડિયામાં છે ફેમસ :
વીડિયોમાં રણજીત સિંહ ઈન્દોરના વ્યસ્ત રોડ પર પોતાના ડાન્સ સ્ટેપ્સ પર ટ્રાફિક કંટ્રોલ કરતા જોવા મળે છે. ટ્રાફિકને નિયંત્રિત કરવાની તેમની અનોખી શૈલીને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના 2.34 લાખથી વધુ ફોલોઅર્સ છે. લોકો તેની સાથે તસવીરો પડાવવા માટે પણ ખૂબ ઉત્સુક દેખાય છે. જે બાદમાં તેઓ તેમના એકાઉન્ટ પર શેર કરે છે. તાજેતરમાં તેણે કોમેડિયન ભારતી સિંહ સાથે તેની તસવીર શેર કરી હતી.
માઈકલ જેક્શનની જેમ કરે છે ડાન્સ :
તેમ્જેન ઇમના અલંગ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ રણજીત સિંહનો વીડિયો ટ્રાફિક પોલીસકર્મીએ આ મહિનાની શરૂઆતમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેને 31 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. અલંગની પોસ્ટને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેમજેન સર, આ અમારા ઈન્દોરી ભૈયા છે. તેમની ટ્રાફિક મેનેજમેન્ટની શૈલીથી ઘણા લોકો પ્રભાવિત થયા છે.”
अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH
— Temjen Imna Along (@AlongImna) February 27, 2024