2 વર્ષ પણ ના ટક્યા ‘કુમકુમ ભાગ્ય’ના આ એક્ટરના લગ્ન, જણાવ્યુ કેમ લઇ રહ્યો છે પત્ની સાથે છૂટાછેડા- જાણો અંદરનો મામલો
નવ મહિનાના ડેટિંગ બાદ ઓક્ટોબર 2021માં લગ્ન કરનાર ‘કુમકુમ ભાગ્ય’ એક્ટર અભિષેક મલિક તેની પત્ની સુહાની ચૌધરીથી છૂટાછેડા લેવા જઇ રહ્યો છે. અભિષેક છેલ્લે ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળ્યો હતો. અભિનેતાએ છૂટાછેડાની ખબરની પુષ્ટિ પણ કરી છે. તેણે કહ્યુ- ‘હા, એ સાચું છે કે સુહાની અને હું અલગ થઈ રહ્યા છીએ અને જીવનમાં આગળ વધી રહ્યા છીએ.
અમે અમારા લગ્નમાં સુસંગતતા અને સમજણ જેવી સમસ્યાઓનો સામનો કર્યો. અમારી વચ્ચે કોઈ ખરાબ લાગણી નથી. અમે ફક્ત એકબીજા માટે સારા બનીશું. સુહાનીએ કહ્યું, ‘અમારી વચ્ચે સમસ્યાઓ છે, અમને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે અમે સાથે રહેવાનું શરૂ કર્યું. જો કે, કોઈ ફરિયાદ કે અફસોસ નથી. અમને સમજાયું કે અમારે બંનેએ આપણા જીવનમાં આગળ વધવું જોઈએ.
અલગ થવું એ કદાચ અમારા બંને માટે યોગ્ય નિર્ણય છે. હું અભિષેકને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું. જણાવી દઈએ કે અભિષેક મલિક અને સુહાની ચૌધરીનું લગ્ન જીવન લાંબુ ન ટકી શક્યું. બંનેએ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. બંનેએ ઓક્ટોબર 2021માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
ઘણા ટીવી સ્ટાર્સે તેમના લગ્નમાં હાજરી આપી હતી. જો કે લગ્ન પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને આખરે હવે બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.2012માં ‘છલ-શહ ઔર માત’થી હિંદી ટેલિવિઝન પર પોતાની શરૂઆત કરનાર અભિષેકે ઘણા ટીવી શો કર્યા છે.
જેમાં ‘દિલ કી નજર સે ખૂબસૂરત’, ‘પુનર્વિવાહ – એક નઇ ઉમીદ’, ‘સ્પ્લિટ્સવિલા 7’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘કૈસી યે યારિયાં’ ‘ભાગ્યલક્ષ્મી’, ‘એક વિવાહ ઐસા ભી’, ‘યે હૈ મોહબ્બતેં’, ‘કહાં હમ કહાં તુમ’, ‘પિંજરા ખૂબસુરતી કા’, અને ‘મુસ્કુરાને કી વજહ તુમ હો’. સામેલ છે.