યોગ શીખવા આવેલી MPને થઇ ગયો પ્રેમ, બાબા રામદેવની પરવાનગી લઈને ફરી લીધા 7 ફેરા, ખુબ જ અનોખી છે તેમની લવસ્ટોરી, જુઓ તસવીરો

બાબાને બના દી જોડી ! યોગ કરતા કરતા જ આપી બેઠી યુવકને દિલ, બાબા રામદેવે કરાવ્યા લગ્ન ! જુઓ અનોખી પ્રેમ કહાની

પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય તે કોઈ નથી જાણતું. ઘણા લોકોને પહેલી નજરમાં પણ પ્રેમ થઇ જતો હોય છે તો ઘણા લોકોને સાથે કામ કરતા કરતા પણ પ્રેમ થઇ જાય છે. તો આજે જમાનો ઇન્ટરનેટનો છે અને ઇન્ટરનેટ પર પણ ઘણા લોકોને પ્રેમ થતા તમે જોયા હશે, પરંતુ હાલ એક એવી પ્રેમ કહાની વાયરલ થઇ રહી છે જેમાં એક MPને યોગ કરતા કરતા પ્રેમ થઇ ગયો.

અમરાવતી લોકસભા સીટના સાંસદ નવનીત રાણા તેમના નિવેદનો અને ગૃહમાં જુસ્સાદાર ભાષણને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ તેમને જેલમાં જવું પડ્યું હતું. તેમના પતિ રવિ રાણા ધારાસભ્ય છે. નવનીત રાણા પંજાબી અને સાઉથની ફિલ્મોમાં અભિનેત્રી રહી ચૂકી છે.

નવનીત રાણાની સુંદરતા અવારનવાર ચર્ચામાં રહે છે. તેમની રાજકીય સફર તેમની પ્રેમકથા જેટલી જ રસપ્રદ છે. વર્ષ 2011માં તેમના લગ્ન બડનેરા વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા સાથે થયા હતા. આ પછી તેમણે ફિલ્મી સફરને અલવિદા કહીને રાજકારણમાં પ્રવેશ કર્યો.

નવનીત રાણા બાબા રામદેવની મોટી પ્રસંશક છે. એવું કહેવાય છે કે તે પોતાના દરેક નિર્ણય માટે બાબા રામદેવની સંમતિ ચોક્કસ લે છે. તે બાબા રામદેવને પિતા સમાન માને છે. એક યોગ શિબિરમાં તે રવિ રાણાને મળ્યા હતા. અહીં બંનેએ એકબીજાને દિલ આપી દીધું અને પછી શરૂ થઈ લવ સ્ટોરી. નવનીત રાણાએ લગ્ન માટે પણ બાબા રામદેવ પાસેથી પરવાનગી લીધી હતી.

નવનીત રાણા પહેલેથી જ એક સફળ મોડલ અને અભિનેત્રી હતી. તે તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી. નવનીત રાણા અને રવિ રાણાએ સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. આ સમારોહમાં તમામ ધર્મના લોકો પોતપોતાની પરંપરા મુજબ લગ્ન કરી રહ્યા હતા. જેમાં રવિ રાણા અને નવનીત રાણાના પણ લગ્ન થયા હતા. આ સમારોહમાં બાબા રામ દેવ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને અન્ય ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

નવનીત રાણાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેનો પરિવાર પંજાબી મૂળનો છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ‘દર્શન’થી કરી હતી. આ પછી, તેલુગુમાં પણ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી તેથી તેણે 12માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. આ પછી તેણે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું. તેણે ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું. મલયાલમ ફિલ્મ સિવાય તેણે પંજાબી ફિલ્મ ‘લડ ગયે પેંચ’માં પણ કામ કર્યું હતું.

નવનીત રાણાની રાજકીય સફર 2014માં શરૂ થઈ હતી. તેણે પ્રથમ વખત 2014માં એનસીપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ખરાબ રીતે હારી હતી. આ પછી, 2019માં તે યુવા સ્વાભિમાન પાર્ટીમાંથી ચૂંટણી લડી અને જીતી. ચૂંટણી દરમિયાન નવનીત રાણાનું કાસ્ટ સર્ટિફિકેટ નકલી જાહેર થયું હતું અને ત્યાર બાદ મામલો કોર્ટમાં ગયો હતો. નવનીત રાણા અને રવિ રાણા બંને સ્વતંત્ર પ્રતિનિધિ તરીકે રાજકારણમાં છે.

Niraj Patel