વિદેશમાં પારંપરિક લુકની સાથે સાથે ગીતાબેન રબારીએ કેરી કર્યો મોર્ડન લુક પણ, તસવીરો પર ચાહકો વરસાવવા લાગ્યા પ્રેમ, જુઓ તસવીરો

જોઈ લો પારંપરિક લુકમાં લંડનની અંદર કચ્છી કોયલ ગીતાબેન રબારીનો જબરદસ્ત જલવો, જુઓ તસવીરો

Geetaben Rabari in London Photo: ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો જન્મી ચુક્યા છે અને આ ગાયકોએ દેશ વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. એવી જ એક ગાયિકા છે ગીતાબેન રબારી, જેમણે પોતાની ગાયિકીથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેમના સોશિયલ મીડિયામાં પણ લાખો ફિલોઅર્સ છે.

ત્યારે ગીતાબેન રબારીના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ લોકો તેમની સાથે જોડાયેલા રહેતા હોય છે અને તેમના વિશે જાણવા માંગતા હોય છે. ત્યારે હાલ ગીતાબેન રબારી લંડનમાં છે અને ત્યાંથી તે તેમની ઘણી તસવીરો પણ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

ગીતાબેન રબારી પરંપરાગત લુકમાં પોતાના લાઈવ કાર્યક્રમોની અંદર ધૂમ મચાવતા હોય છે. ત્યારે લંડનમાં પણ તેમને પોતાના પારંપરિક લુકનો જલવો બતાવ્યો હતો. સામે આવેલી તસવીરોમાં ગીતાબેન બ્રિટેનની પાર્લામેન્ટની બહાર ઉભા રહીને શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ લંડનના રસ્તા પર પણ પોતાના પારંપરિક લુકમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને લંડન આઈ પાસે પણ ખુબ જ શાનદાર પોઝ આપ્યા છે. ગીતાબેન રબારીને લંડનમાં આ પારંપરિક પહેરવેશ જોઈને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. તેમની તસવીરોને હજારો લોકોએ લાઈક કરી છે.

ગીતાબેન રબારી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ ગઈ છે. ઘણા લોકો કોમેન્ટ કરીને ગીતાબેનના વખાણ કરી રહ્યા છે. સામાન્ય માણસ સાથે તેમની સાથી ગાયિકાઓ પણ તેમના આ લુકના વખાણ કરતી કોમેન્ટ કરતી જોવા મળી રહી છે.

લંડનમાં ફરવાનો આનંદ માણી રહેલા ગીતાબેને ના ફક્ત પારંપરિક લુકમાં જ પોતાની તસવીરો શહેર કરી છે, તેમને ત્યાં પોતાનો મોર્ડન લુક પણ બતાવ્યો છે. જેમાં તેમને ઇંગ્લેન્ડના લીવરપોલ પાસે જીન્સ અને ટોપમાં પણ ઘણા પોઝ આપ્યા છે. આ તસવીરો પણ ચાહકોને આકર્ષિત કરી રહી છે.

ગીતાબેન રબારી જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. હાલ તેઓ લંડનના પ્રવાસે છે અને લંડનમાં પણ તેમનો એક અલગ ચાર્મ જોવા મળી રહ્યો છે, જે તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ગીતાબેન રબારી ઇંગ્લેન્ડમાં અલગ અલગ સ્થળ પર હાલ ડાયરા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel