17 વર્ષની ઉંમરમાં જ શેર બજારમાં પોતાનું ભેજું વાપર્યું, આજે 23 વર્ષની ઉંમરમાં બની ગયો છે 100 કરોડનો માલિક આ છોકરો, જાણો કેવી રીતે મેળવી સફળતા
Sankarsh Chanda success story : દેશભરમાં ઘણા લોકો એવા છે જેમની સફળતાના ઉદાહરણો આજે દુનિયાભરમાં લેવામાં આવે છે. ઘણા લોકોએ પોતાની મહેનત અને પોતાની બુદ્ધિથી નાની ઉંમરમાં જ ખુબ જ મોટી સફળતા પણ મેળવી લીધી છે. ત્યારે હાલ એવા જ એક છોકરાની કહાની સામે આવી છે. જે ફક્ત 23 વર્ષની ઉંમરમાં જ 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.
શેર બજાર એક એવું માયાજાળ છે, જેમાં દરેક વ્યક્તિ સફળ નથી થઈ શકતી. પણ જે આ ચક્રવ્યુહને સારી રીતે સમજે છે તેના માટે તે હલવો બની જાય છે. હલવો એટલે એકદમ સરળ. એટલું સરળ છે કે જ્યારે પણ તે વેપાર કરે છે, ત્યારે તેને નફો થાય છે. ભારતમાં આવા ઓછા લોકો છે, જેમાં રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દામાણીનું નામ ટોચ પર આવે છે.
આ સિવાય વિજય કેડિયા, આશિષ કોચાલિયા અને ડોલી ખન્ના પણ મોટા રોકાણકારોમાં સામેલ છે. પરંતુ આજે આમાંથી કોઈ વિશે વાત કરવાને બદલે અમે એક 23 વર્ષના છોકરાની વાત કરી રહ્યા છીએ, જે રાકેશ ઝુનઝુનવાલાના પગલે ચાલી રહ્યો છે. કૉલેજ જવાની ઉંમરમાં તેણે શેરબજારનો રસ્તો અપનાવ્યો અને અત્યાર સુધીમાં કરોડો કમાઈ ચૂક્યા છે.
હૈદરાબાદના 24 વર્ષીય સંકર્ષ ચંદા (Sankarsh Chanda) એ માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. માત્ર 23 વર્ષની ઉંમરે સંકર્ષે માર્કેટમાંથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ખરેખર આશ્ચર્યજનક છે કારણ કે મોટાભાગના રોકાણકારો અને વેપારીઓ શરૂઆતમાં શેરબજારમાં નાણાં ગુમાવે છે. ચાલો જાણીએ કે સંકર્શે શેરબજારમાંથી કરોડોની કમાણીનો આ ચમત્કાર કેવી રીતે કર્યો?
સંકર્ષે 2016માં 17 વર્ષની ઉંમરે શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, તે બેનેટ યુનિવર્સિટી (ગ્રેટર નોઈડા) માંથી B.Tech કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ શેરબજારમાં રસ હોવાને કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો. સંકર્ષે માત્ર 2000 રૂપિયાથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. એક ઈન્ટરવ્યુમાં સંકરે જણાવ્યું હતું કે, “મેં 2 વર્ષમાં શેરબજારમાં આશરે રૂ. 1.5 લાખનું રોકાણ કર્યું હતું અને મારા શેરનું બજાર મૂલ્ય 2 વર્ષના ગાળામાં વધીને રૂ. 13 લાખ થઈ ગયું હતું,” ડીએનએ અહેવાલ આપે છે.
સંકર્ષ માત્ર શેરબજારમાં જ રોકાણ નથી કરતો, પરંતુ તે Savart એટલે કે Svobodha Infinity Investment Advisors Private Limited નામના ફિનટેક સ્ટાર્ટઅપના સ્થાપક પણ છે. તેમનું ફિનટેક સ્ટાર્ટઅપ લોકોને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કરવામાં મદદ કરે છે. ફિનટેક સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે, તેણે 2017માં 8 લાખ રૂપિયામાં શેર વેચ્યા.
તેણે સ્ટાર્ટઅપ દ્વારા કમાણી કરેલી રકમનું ફરીથી રોકાણ કરવાનું ચાલુ રાખ્યું અને મોટો નફો કર્યો. સંકર્ષે ધ વીકેન્ડ લીડરને કહ્યું, “મારી નેટવર્થ હવે 100 કરોડ છે.” તે મારા શેરબજારના રોકાણો ઉપરાંત મારી કંપનીના મૂલ્યાંકન પર આધારિત છે. “મૂલ્ય રોકાણના પિતા” તરીકે ઓળખાતા અમેરિકન અર્થશાસ્ત્રી બેન્જામિન ગ્રેહામનો લેખ વાંચીને 14 વર્ષની ઉંમરે તેને શેરબજારમાં રસ પડ્યો.