બિપાશા બસુ અને કરણ સિંગ ગ્રોવરે દીકરીને ગિફ્ટ કરી 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી આ ધાંસૂ કાર, આની કિંમતમાં તો આવી જાય 8 મહિન્દ્રા થાર

બિપાશા બસુએ ખરીદી લગ્ઝરી SUV Audi Q7, પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે આવી નજર

Bipasha Karan New Car: લક્ઝરી કાર માટે ફિલ્મ સ્ટાર્સનો ક્રેઝ કોઈ નવી વાત નથી. ફિલ્મ સ્ટાર્સ પોતાના ગેરેજમાં એકથી વધુ મોંઘી કાર રાખે છે. ત્યારે હવે આવી જ વાત અભિનેત્રી બિપાશા બાસુ સાથે જોવા મળી છે. હા રાઝ, પ્લેયર્સ અને વેલકમ ટુ ન્યૂયોર્ક સહિત 50થી વધુ હિન્દી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી બિપાશા બાસુએ 7 સીટર લક્ઝરી SUV Audi Q7 ખરીદી છે,

જેની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે. બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા મા દુર્ગાને યાદ કર્યા અને કહ્યું કે આ તેની પુત્રી દેવીની નવી સવારી છે. બિપાશા અને તેનો પતિ કરણ સિંહ ગ્રોવર તેમની નવી લક્ઝરી એસયુવીની ડિલિવરી માટે મુંબઈના ઓડી શોરૂમ પર પહોંચ્યા હતા.

બિપાશા અને કરણ પાસે આ Audi Q7 પહેલા ફોક્સવેગન બીટલ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવા વાહનો છે, જેની કિંમત 30 થી 40 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે Audi Q7 કંપનીની સૌથી વધુ વેચાતી SUVમાંથી એક છે. તેમાં 2995 cc સુધીનું એન્જિન છે, જે 335.25 Bhp સુધી મહત્તમ પાવર જનરેટ કરી શકે છે.

પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ, ઓડી Q7 ઓલ વ્હીલ ડ્રાઇવ વિકલ્પમાં ઉપલબ્ધ છે. લક્ઝરી 7-સીટર SUV સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 4-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 8 એરબેગ્સ, ESC, લેન ડિપાર્ચર વોર્નિંગ, આગળ અને પાછળની પાર્કિંગ જેવી માનક સુવિધાઓથી સજ્જ છે.

ભારતીય બજારમાં, ઓડી Q7 લક્ઝરી SUV જેવી કે Mercedes-Benz GLE અને Volvo XC90 તેમજ BMW X5 સાથે સ્પર્ધા કરે છે. બિપાશા આજકાલ ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી છે. જણાવી દઈએ કે બિપાશાની આ લક્ઝરી કારની કિંમત કેટલાક અહેવાલ અનુસાર 1 કરોડ તો કેટલાક અહેવાલો અનુસાર 92 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Shah Jina