ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી ડાયરાના સુર રેલાવી રહ્યા હતા, લોકો કરી રહ્યા હતા નોટોનો વરસાદ, ત્યારે જ સ્ટેજ પર આવી નાની દીકરી અને….જુઓ વીડિયો

કિર્તીદાને ડાયરાના મંચ પરથી રડાવી દીધા સૌને… દીકરી રૂપિયા ઉછાળવા સ્ટેજ પર આવીને એવું ગીત લલકાર્યું કે લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા… જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ ઠેર ઠેર ડાયરાઓનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા ગુજરાતી કલાકારો ડાયરામાં પોતાના સુમધુર અવાજ દ્વારા રમઝટ પણ બોલાવી રહ્યા છે. ત્યારે ઘણા બધા એવા કલાકારો છે જેમની ડિમાન્ડ ખુબ જ વધારે હોય છે. તેમાં પણ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીની તો વાત જ શું કરવી ?

કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય ત્યાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતું હોય છે. ત્યારે લોકો પણ તેમના ડાયરામાં ઢગલાબંધ રૂપિયા ઉડાવતા હોય છે. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવતી રહે છે. થોડા સમય પહેલા પણ કિર્તીદાન ગઢવીના ડાયરામાં સોના ચાંદીના સિક્કાનો પણ વરસાદ થયો અને ડાયરો ઐતિહાસિક બની ગયો.

ત્યારે હાલ વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક નાની દીકરી સ્ટેજ પર ચઢીને કિર્તીદાન પર નોટો ઉડાવતી જોવા મળી રહી છે. કિર્તીદાનનું વ્યક્તિત્વ ખૂબ જ નિરાળું છે અને તેમના કંઠમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે. અને તેના કારણે જ ચાહકો પણ તેમને ખુબ જ પ્રેમ પણ આપતા હોય છે.

ચાહકો કિર્તીદાનના અંગત જીવન પર પણ સતત નજર રાખતા હોય છે અને તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા રહે છે. કિર્તીદાન પણ તેમના સોશિયલ મીડિયામાં પોતાના અંગત જીવન અને કાર્યક્રમોની ઝાંખી રજૂ કરતા રહે છે. રૂપિયા ઉડાવી રહેલી દીકરીનો વીડિયો પણ કિર્તીદાને તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે ડાયરાના મંચ પરથી “લાડકી” ગીત પોતાના સૂરમાં ગાઈ રહ્યા છે અને શ્રોતાજનો પણ આ ગીતના શબ્દો સાંભળીને ભાવ વિભોર થઇ રહ્યા છે. આ દરમિયાન એક નાની દીકરી પણ સ્ટેજ પર આવે છે અને પછી કિર્તીદાન પર નોટોનો વરસાદ કરવા લાગે છે.

દીકરી હાથમાં નોટોનું બંડલ લઈને એક પછી એક નોટ કિર્તીદાન પર ઉડાવી રહી છે, ત્યારે કિર્તીદાન પણ દીકરીના માથા પર નોટોનો ખોબો ભરીને મૂકે છે. સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર ભરપૂર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel