એક પેટ્રોલ પંપ ચલાનાર માતાની આ આ દીકરીએ બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું દેખ્યુ, પરંતુ 8માં ધોરણ સુધી આવતા આવતા તેનું આ સપનું બદલાઇ ગયુ…
છોકરીઓ કોઇનાથી ઓછી નથી હોતી અને આ વાત સાબિત કરવા માટે ભારતમાં ઘણી એવી છોકરીઓ છે જે દરેક માટે ઉદાહરણ બની છે. દર વર્ષે UPSC પરીક્ષા આપનારા લાખો ઉમેદવારોમાંથી સેંકડો છોકરીઓના સપના સાકાર થાય છે. ઓફિસર બનેલી આ મહિલા ઉમેદવારો પહેલા પોતાની મહેનતથી પોતાને વધુ સારી સાબિત કરે છે, પછી પોતાની કાર્યશૈલીથી લોકોને અવાચક બનાવી દે છે. આ આશાસ્પદ મહિલા અધિકારીઓમાં રાજસ્થાનની સ્વાતિ મીણાનો સમાવેશ થાય છે. UPSC પરીક્ષા પાસ કરીને પોતાના માતા-પિતા અને ગામનું નામ રોશન કરનારી સ્વાતિ મીણા પોતાની કાર્યશૈલીથી સૌથી વધુ દમદાર મહિલા IAS અધિકારીની હરોળમાં જોડાઈ ગઈ છે.
સ્વાતિ મીણા મધ્યપ્રદેશ કેડરની IAS અધિકારી છે. સ્વાતિ મીણા રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના બુર્જા કી ધાની ગામની રહેવાસી છે. સ્વાતિ મીનાનો જન્મ 1984માં થયો હતો. તેના પિતા આરએએસ ઓફિસર છે. તયાં માતા ડૉ. સરોજ મીના પેટ્રોલ પંપ ચલાવતી હતી. સ્વાતિ મીણાએ પ્રારંભિક અભ્યાસ અજમેરથી પૂર્ણ કર્યો. તેમની માતા ઈચ્છતી હતી કે સ્વાતિ ડૉક્ટર બને. સ્વાતિએ પણ પોતાની માતાની ઈચ્છાને પોતાનું લક્ષ્ય બનાવી લીધું.
પરંતુ જ્યારે તે 8મા ધોરણમાં હતા ત્યારે તેમના કોઇ સંબંધી ઓફિસર બન્યા અને તે બાદ જ્યારે સ્વાતિએ પિતાના ચહેરા પર ખુશી જોઈ ત્યારે તેણે નક્કી કર્યું કે તે પણ UPSCની તૈયારી કરશે અને પિતા માટે ઓફિસર બનશે. સ્વાતિ મીણાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને IAS પરીક્ષાની તૈયારી કરી. તેમના પિતા સ્વાતિને ભણવામાં મદદ કરતા. સ્વાતિની માતા તે દિવસોમાં પેટ્રોલ પંપ ચલાવતી હતી, તેથી પિતાએ સ્વાતિને ઇન્ટરવ્યુની લેખિત પરીક્ષા માટે તૈયાર કરાવી. કારણ કે સ્વાતિએ બાળપણથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું હતું.
એટલે જ માત્ર 22 વર્ષની ઉંમરે સ્વાતિએ UPSC પરીક્ષા પાસ કરી. સ્વાતિએ 2007માં લેવાયેલી UPSC પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે 260મો રેન્ક મેળવ્યો હતો અને તે તેની બેચની સૌથી નાની વયની IAS બની હતી. તેમની મધ્યપ્રદેશ કેડરમાં પસંદગી કરવામાં આવી હતી. બાદમાં સ્વાતિને એમપીના મંડલામાં પોસ્ટિંગ મળ્યું.
આ દરમિયાન કલેક્ટર સ્વાતિ મંડલાએ ખનનણ માફિયાઓ સામે કાર્યવાહી કરી હતી. અનેક વિભાગોમાંથી માઈનીંગ માફિયાઓની ફરિયાદો મળ્યા બાદ તેમણે કડક કાર્યવાહી કરીને માઈનીંગ માફિયાઓને પાઠ ભણાવ્યો હતો. IAS સ્વાતિ મીનાના લગ્ન 25 મે 2014ના રોજ થયા હતા. તેમના પતિ તેજસ્વી નાયક પણ IAS ઓફિસર છે. તેજસ્વી નાયક, મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી, મૂળ કર્ણાટકના છે. સ્વાતિ નોકરીના શરૂઆતના દિવસોમાં એમપીની સિધીમાં પોસ્ટેડ હતી, જ્યારે તેજસ્વી નાયક કટનીમાં પોસ્ટેડ હતા. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને બંને IAS સારા મિત્રો બની ગયા.
મોટી વાત એ હતી કે 22 વર્ષની સ્વાતિ તેની બેચની સૌથી નાની વયની IAS ઓફિસર હતી. મધ્ય પ્રદેશ કેડર માટે પસંદગી પામેલ સ્વાતિ મીના એક નિર્ભીક અને દબંગ અધિકારી તરીકે ઉભરી આવી. મંડલામાં તેમનું પોસ્ટિંગ અહીંના માઈનિંગ માફિયાઓ માટે સમય સાબિત થયું. તેમણે આ માઇનિંગ માફિયાઓ તરફથી મળેલી ફરિયાદો પર વિલંબ કર્યા વિના પગલાં લેવાનું શરૂ કર્યું. એક પછી એક કાર્યવાહીને કારણે ત્યાંના માઈનીંગ માફિયાઓના મનમાં સ્વાતિનો એક અલગ જ ડર વસી ગયો હતો.