દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

સ્ત્રીઓ વિશે તો ઘણું લખાયું અને ઘણું વાંચ્યું, આજે વાંચો એક પુરુષના દર્દ વિશે, વાત એવી છે કે તમે શૅર કર્યા વિના રહી જ નહીં શકો..

એક પુરુષ થઈને પુરુષ વિશે બોલવું અજુકતું લાગે. પરંતુ એક પુરુષની વાત કહેનારા કેટલા ? પુરુષ વિશે વિચારનારા કેટલા ? આંગળીના વેઢે ગણાય એટલા લોકોએ જ કદાચ પુરુષની વાત કરી હશે.

Image Source

ભલે કહેવાતું હોય કે એક પુરુષ સ્ત્રીને ક્યારેય સમજી શકતો નથી પરંતુ એક સ્ત્રી પુરુષને ક્યારેય પામી નથી શકતી.!!! એ પણ એક કડવી હકીકત જ છે. પુરુષના શરીરને તો દરેક સ્ત્રી પામી લે છે. પરંતુ શું એના અંતરાત્માને, એના મનને, એના દુઃખોને, એક પુરુષ દ્વારા ના કહેવાયેલી વાતો ને શું કોઈ સ્ત્રી આજદિન સુધી પામી શકી છે ખરી ? જવાબ મળશે “ના”. કારણ કે આ પામવા માટે વિચારનારી સ્ત્રીઓની સંખ્યા બહુ જ ઓછી છે.

Image Source

સવારથી સાંજ સુધી પુરુષ પ્રત્યેની ફરજોને એક સ્ત્રી નિભાવતી આવી છે. પુરુષને જમવાનું હોય કે પછી સહશયનનું સુખ માણવાનું હોય, સ્ત્રીની ઈચ્છા ના હોવા છતાં પણ પુરુષની ઈચ્છાને માન આપીને એક સ્ત્રી પુરુષ સાથેના શારીરિક સંબંધોમાં ભાગ ભજવે છે. એ સ્ત્રીની એક મોટી મહાનતા છે. પણ દરેક પુરુષ માત્ર શારીરિક સુખનો જ ભૂખ્યો હોય છે એવું પણ નથી હોતું. ઘણાં પુરુષો પ્રેમના, લાગણીના, હુંફના પણ ભૂખ્યા હોય છે. પરંતુ અફસોસ…. પુરુષની એ ભૂખ ક્યારેય સંતોષાતી જ નથી અને ભવિષ્યમાં ક્યારેય સંતોષ પામશે કે નહીં એ પણ કોણ જાણે ?

Image Source

સ્ત્રી જેમ બાળપણથી અલગ અલગ પાત્રોમાં સમાજ સામે જોવા મળે છે એમ પુરુષ પણ પુત્ર, ભાઈ, મિત્ર, પતિ, પિતા અને દાદા જેવી જવાબદારીમાં જોવા મળતો જ આવ્યો છે.

જન્મથી જ પુરુષ માટે સ્ત્રી મહત્વની રહી છે, એ તેની માતા હોય, બહેન હોય, પત્ની હોય, પ્રેમિકા હોય કે પછી કોઈ મિત્ર.

Image Source

પુરુષ જ્યારે વ્યસ્ત હોય ત્યારે તેની પત્ની કે પ્રેમિકા સમય ન આપવાની ફરિયાદ કરે છે, જ્યારે સ્ત્રી કામમાં વ્યસ્ત હોય ત્યારે પુરુષ ક્યારેય સ્ત્રી આગળ સમય ન આપ્યાની ફરિયાદ નથી કરી શકતો. એ જે સમય મળે એ સમયનો આનંદ ઉઠાવતો હોય છે. એ જ પુરુષનો પ્રેમ છે, એની સમજણ છે, એની મહાનતા છે.

પુરુષ નાળિયેર સમાન છે. જે બહારથી તો એકદમ સખત દેખાશે પરંતુ એની અંદર છુપાયેલી નરમાશને જોવા તો એના હૃદયને ભેદવું પડે. પુરુષની આ નરમાશ સુધી ઘણી ઓછી સ્ત્રીઓ પહોંચી શકે છે.

Image Source

પુરુષ જ્યારે દુઃખી હોય ત્યારે તે એકાંત શોધે છે. તેના એકાંતમાં રહેવા પાછળનું કારણ પોતાના દુઃખોને, પોતાની તકલીફોને, પોતાની મુશ્કેલીઓને પોતાના પરિવાર કે પરિચિતો સમક્ષ લાવવા નથી માંગતો. તે દરેક મુસીબતનો સામનો જાતે કરવા ઈચ્છે છે. ક્યારેક કોઈ એને ઉદાસીનું કારણ પૂછી લે તો “મૂડ નથી” કે “માથું દુઃખે છે” એમ કહી વાત બદલી નાખશે. પણ પોતાની તકલીફ એ પરિવાર સામે નહિ આવવા દે.

પુરુષને હરદમ દોડતો ભાગતો જોઈ એમ થાય કે એ પૈસા કમાવવા માટે ભાગી રહ્યો છે. પણ ના ! એ પૈસા કમાવવા નહિ. પોતાના પરિવાર માટે સુખ કમાવવા ભાગદોડ કરે છે. પોતે ફાટેલી બંડી પહેરી અને “અંદર કોણ જોવાનું ?” એમ કહી દેશે. પણ પોતાના બાળકો અને પત્નીની દરેક જરૂરિયાતો એ પુરી કરશે.

Image Source
  • સ્ત્રીને સમર્પિત થતાં આવડે છે, તો પુરુષ દરેક પરિસ્થિતિ, દરેક સમસ્યાનો સ્વીકાર કરવાની તાકાત ધરાવે છે.
  • દિલ ખોલીને દુનિયા સામે રડી ના શકનારો પુરુષ એકાંતમાં ડૂસકાં ભરતો જોવા મળે છે.
  • જો સ્ત્રીઓ કોયડા સમી રહસ્યમય છે, તો પુરુષ રહસ્યોને પોતાની અંદર છુપાવી રાખનાર જવાબ સમો છે.
  • જેમ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે એમ જ સ્ત્રીના હસતાં ચહેરા પાછળ પણ પુરુષનો હાથ છે.
Image Source

સ્ત્રીઓના વખાણ, એમના કાર્યોની પ્રસિદ્ધિ, વુમન એમ્પાવરમેન્ટ જેવી બાબતોનું ધ્યાન રાખતો આ સમાજ પુરુષની જવાબદારીઓનું ધ્યાન રાખવાનું કદાચ ભૂલી જાય છે. મહિલાઓ માટે બનાવેલા અસંખ્ય કાયદાઓમાં ક્યારેક નિર્દોષ પુરુષ પણ એ કાયદાઓનો ભોગ બની જાય છે અને એ નિર્દોષ હોવા છતાં ક્યારેય પોતાની જાતને સાચી સાબિત કરી નથી શકતો. પુરુષ પ્રધાન કહેવાતો આ દેશ હંમેશા સ્ત્રી તરફેણમાં રહ્યો છે એમ કહીશ તો પણ ખોટું નથી. એક પુરુષ હમેશા એક સ્ત્રીની ચિંતા કરતો રહ્યો છે અને કરતો રહેશે છે. સ્ત્રીની સુવિધાનું ધ્યાન હંમેશા એક પુરુષે જ રાખ્યું છે એ રસોડાનું ગ્રાઈન્ડર હોય કે પછી સેનેટરી નેપકીન. બસ પુરુષને એના કામો માટે ક્યારેય યશ નથી મળ્યો. પુરુષે ક્યારેય યશ મેળવવાની ઈચ્છા પણ નથી રાખી અને રાખશે પણ નહીં. બસ એને જરૂર છે એક એવી સ્ત્રીની જે એની લાગણીને સમજી શકે, એના પ્રેમને અનુભવી શકે, એની ભાવનાને ઓળખી શકે અને જ્યારે એને સાથની જરૂર હોય ત્યારે બસ ખભે હાથ મૂકીને કહે “ચિંતા ના કર, હું તારી સાથે છું..!!!”
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.