એક સમયે બોક્સઓફિસમાં ધમાલ મચાવનારી ફિલ્મોના પ્રોડ્યુસર બોની કપૂરનો આજે એટલે કે 11 નવેમ્બરે તેનો જન્મદિવસ મનાવી રહ્યો છે. બોની કપૂરે તેની ફિલ્મની કરિયરની શરૂઆત ‘હમ પાંચ’થી કરી હતી. મિસ્ટર ઇન્ડિયા ફિલ્મથી બોની કપૂર અને શ્રીદેવી નજીક આવ્યા હતા, બન્નેએ 1996માં લગ્ન કર્યા હતા. 2018માં ફેબ્રુઆરીમાં શ્રીદેવીનું નિધન થયું હતું. શ્રીદેવીના નિધન મામલે તેના એક સંબંધીએ સવાલ ઉઠાવ્યા હતા.
શ્રીદેવી તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં શામેલ થવા દુબઇ ગઈ હતી. 24 ફેબ્રુઆરી 2018 શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી નિધન થયું હતું. શ્રીદેવીના નિધન 12 દિવસ બાદ તેના એક સંબંધી તેને લઈને ખુલાસો કર્યો હતો.
શ્રીદેવીના અંકલ વેનુગોપાલ રેડ્ડીએ શ્રીદેવીની જિંદગીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વેણુગોપાલ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રીદેવીની જિંદગીમાં ઘણું દુઃખ હતું. શ્રીદેવીના દુઃખનું કારણ બોની કપૂર હતું. શ્રીદેવીની માતાને બોની કપૂર બિલકુલ પસંદ ના હતા.
View this post on Instagram
માતા શ્રીદેવી અને બોની કપૂરના લગ્નને લઈને પણ ખુશ ના હતી તે ઇચ્છતી ના હતી કે બોની અને શ્રીદેવી લગ્ન કરે. માતાની વિરુદ્ધ જઈને શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. જયારે બોની કપૂરે શ્રીદેવીની માતાના ઘરે જતા ત્યારે શ્રીદેવીની માતા તેની સાથે ખરાબ વર્તન કરતી હતી.
વેણુગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી દેવી જયારે જીવિત હતી ત્યારે તેને બહુ દુઃખ સહન કર્યું હતું. શ્રીદેવી તેના મોત સાથે બધું જ દુઃખ તેની સાથે લઇ ગઈ છે. વધુમાં તેને જણાવ્યું હતું કે, બોની કપૂરે ફિલ્મ બનાવવા પાછળ બધા પૈસા લૂંટાવી દીધા હતા.
બોનીએ એ ફિલ્મ પાછળ પૈસા રોક્યા હતા જે આ દિવસ સુધી રીલિઝ થઇ ના હતી. તેના કારણે બોનીને ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. નુકસાનની ભરપાઈ કરવા માટે બોનીએ શ્રીદેવીની બધી સંપત્તિ વેચી દીધી હતી. આ દુઃખ સાથે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
વેણુગોપાલે શ્રીદેવી અંગે એ પણ કહ્યું હતું કે, શ્રીદેવીને તેની બન્ને દીકરીઓની હંમેશા ચિંતા રહેતી હતી. શ્રીદેવીએ એ પણ કહ્યું હતું કે, બોનીની તબિયત સારી ના હોય તેને લઈને પણ ચિંતાગ્રસ્ત રહેતી હતી.
શ્રીદેવીના નિધન પહેલા ખબર તો એ પણ આવી હતી કે, શ્રીદેવીએ ચહેરાની સર્જરી કરાવી હતી. આ વાત પર વેણુ ગોપાલે કહ્યું હતું કે, જી હા શ્રીદેવીએ 2 વાર નાકની સર્જરી કરાવી હતી.
View this post on Instagram
HappyBirthday to #Boneykapoor the best husband ,a super father ,and a wonderful person. I love you
શ્રીદેવી ફોન પર તેની માતાને સર્જરીને લઈને વાત કરતી હતી. વેણુગોપાલે વધુમાં કહ્યું હતું કે, તેના અને તેની બહેન શ્રીલતાના સંબંધ સારા ના હતા. શ્રીદેવીની માતાનું અમેરિકામાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન સફળ ના થવાને કારણે તે કયારે પણ હોશમાં આવી જ ના હતી. ત્યારબાદ શ્રીદેવીએ તે હોસ્પિટલ પર કેસ કર્યો હતો જેના કારણે તેના અને તેની બહેનના સંબંધ બગડયા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.