જો તમારી ખિસ્સામાં છે માત્ર 10,000 રૂપિયા, તો નીકળી પડો પ્રકુતિનાં ખોળે વસેલા આ સ્થળ પર- દિલ ખુશ થઇ જશે અહી ફરી આવો..

0

દોસ્તોની સાથે ફરવાનો પ્લાન ઘણીવાર બનાવા છતાં પણ તમે એવું વિચારીને નથી જઈ શકતા કે કદાચ ખર્ચો ખુબ થઇ જાશે. ફરવા પર થનારા ખર્ચની બીકને લીધે ઘણા એવા પ્લાન ચોપટ થઇ જતા હોય છે. તે છતાં પણ તમે હરવા ફરવાનાં શોખીન છો, અને ખર્ચને લીધે જઈ નથી શકતા, તો આજે અમે તમને સાઉથ ઇન્ડીયાની અમુક સુંદર જગ્યાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે માત્ર 10-12 હજાર રૂપિયા કરતા પણ ઓછા ખર્ચમાં હરી ફરી શકો છો.

1. પોનમુડી:
પશ્ચિમી ઘાટના ઘાટા અને લીલાછમ જંગલોથી ઘેરાયેલી પહાડીઓ અને મિલો દુર સુધી ફેલાયેના ચા નાં બાગ એક સુંદર નજારો બનાવે છે, જેને જોવા માટે દેશભરના લોકો પશ્ચિમી ઘાટ આવે છે. કેરલની રાજધાની થીરુવનંતપુરમ થી 61 કિમી ની ડ્રાઈવ લઈને તમે અહી પહોંચી શકો છો. સાથે જ તમને અહી Rohini International અને KTDC Golden Peak પર સસ્તા ભાવ પર હોટેલ અને કોટેજ મળી જાય છે. ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વસેલા Peppara Wildlife sanctuary માં તમે ટાઈગર અને હાથી જેવા જંગલી જાનવરોને તેના પ્રાકૃતિક આવાસમાં જોઈ શકો છો.

Image Source

2.હોગેનક્કલ ઝરણું:
”ભારતનું નાએગ્રા ફોલ્સ કહેવામાં આવતું હોગેનક્કલ ઝરણું પોતાના પાણીના ઔષધીય ગુણો અને સ્પેશીલ નૌકા સવારી માટે ખુબ પ્રસિદ્ધ છે.આ ઝરણું તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં કાવેરી નદી પર સ્થિત આ નાનું એવું ગામ છે.અહીં મળનારું કાર્બોનાઇટ શિખરો દક્ષીણ એશિયા અને પુરી દુનિયામાં સૌથી પ્રાચીન ચટ્ટાનોમાની એક છે.

Image Source

3. અરાકુ વેલી:
આંધ્ર પ્રદેશની રાજધાની વિશાખાપટ્ટનમની પાસે સ્થિત Araku valley પોતાના ક્ષેત્રનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે, જે પૂર્વી ઘાટના સૌથી સુંદર સ્થળોમાનું એક છે. અહીનાં માહોલની જેમ અહીનું મોસમ પણ લાજવાબ છે. જે પોતાના હાથ ખોલીને અહી આવતા લોકોનું સ્વાગત કરે છે. તેની સુંદરતા માત્ર સામાન્ય લોકોને જ નહી, પણ ફિલ્મી જગતના લોકોને પણ આકર્ષિત કરે છે. બોલીવુડ સહિત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આ ઘાટીની સુંદરતા ફિલ્મોમાં બતાવી છે.વિશાખાપટ્ટનમથી કારથી આવવાના સાથે જ તમે Vizianagaram થી અહી ટ્રેઈનની મદદથી પણ જઈ શકો છો. અરાકુ ઘાટી જનજાતીય સંગ્રાહાલય, ટાઈડા, બોર્રા ગુફાઓ, સાંગડા ઝરણાં અહી અમુક દર્શનીય સ્થાન છે. અહી રહેવા માટે પર્યટકોને વધુ ઓપ્શન નહિ મળતા તેના છતાં અમુક હોટેલ્સ છે, જે મનમાની કરવાની કોશીસ કરે છે, જો તમે મોલ-ભાવ કરશો તો રાજી પણ થઇ શકે છે.

Image Source

4. ચિકમગલુર:
બેંગ્લોરથી નેશનલ હાઈવે-75 થી થઈને તમે ચીકમગલુર અમુક જ કલાકોમાં પહોંચી શકો છો. તેને ‘લેંડ ઓફ કોફી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે યમનના એક સંત અહી કોફીને લઈને આવ્યા હતા, જેઓએ અહીના લોકો માટે માટીમાં તેના બીજને નાખ્યા હતા. બાબા બુદાન ગીરી, મુલ્લાયાનગીરી અને વોટરફોલ્સ અહીના અમુક દર્શનીય સ્થળ છે. તેની સાથે જ અહી રહેવાની સુવિધા પણ આસાનીથી થઇ જાય છે. Homestays અહી આવનારા લોકોની વચ્ચે ખુબ પોપ્યુલર છે. તેના સિવાય અહી એવી ઘણી હોટેલ્સ છે, જે સસ્તા ભાવ પર તમને રહેવાની જગ્યા આપે છે.

Image Source

5.યરકૌડ:
તમિલનાડુની શેવારોય પહાડીઓમાં સ્થિત યરકૌડ પૂર્વી ઘાટોના વચ્ચે એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. 1515 મીટરની ઊંચાઈ પર સ્થિત યરકૌડ પ્રકૃતિના ખોળામાં વસેલું જોવા મળે છે, જ્યાં ખુશનુમા મોસમ લોકોને આકર્ષિત કરે છે. આગળના અમુક વર્ષોના સમયે યરકૌડ સ્થાનીય તથા વિદેશી પર્યટકોમાં ખુબ તેજીમાં લોકપ્રિય થઇ રહ્યું છે.
બેંગ્લોરથી અમુક કલાકોની દુરી પર સ્થિત યરકૌડ તમે કાર ડ્રાઈવ કરીને પણ જઈ શકો છો. અહી ખુબ સસ્તા હોટેલ્સ છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here