
લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકા રામ ભીડેની પત્ની માધવનું પાત્ર ભજવનાર સોનાલિકા જોશીએ તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે. આ કાર ખરીદ્યાં બાદ સોનાલિકા ખૂબ જ ખુશ જણાઈ આવે છે.
સીરિયલમાં પાપડ અને અથાણા બનાવીને વેચતી માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ એક નવી કાર ખરીદવાની ખુશી તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ચાહકો સાથે શેર કરી હતી.
View this post on Instagram
તેમને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની નવી કાર MG Hectorની તસ્વીર શેર કરી હતી, આ તસ્વીરમાં પોતાની કમાણીથી એક નવી કાર ખરીદવાની ખુશી સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે.
સોનાલિકા જોશીએ MG Hectorનું કયું મોડેલ ખરીદ્યું છે એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પણ તેમને ખરીદેલી કાર 12 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની હશે એ વાત ચોક્કસ છે. MG Hectorની સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત 12.18 લાખ રૂપિયા છે અને ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે.
View this post on Instagram
નોંધનીય છે કે માધવી ભીડેનું પાત્ર સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ભજવી રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.