સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ બોલિવૂડના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. આ દિવસોમાં બોલિવૂડની ‘દબંગ ગર્લ’ સોનાક્ષી તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહી છે, પરંતુ એક અનવોન્ટેડ ગેસ્ટ એ કપલના રોમેન્ટિક વેકેશનમાં વિક્ષેપ પાડ્યો. સ્ટાર કપલે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, બતાવિયુ કે કેવી રીતે એક અનવોન્ટેડ ગેસ્ટ એ તેમની વહેલી સવારની ઊંઘ બગાડી.
સોનાક્ષી અને ઝહીરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ કાચના રૂમની અંદર બેડ પર જોવા મળે છે. સોનાક્ષીઆ સમયે બ્લેનકેટમાં જોવા મળે છે. વીડિયોમાં કાચની દિવાલની પેલી બાજુ એક સિંહ જોવા મળી રહ્યો છે. સિંહ ગર્જના પણ કરી રહ્યો છે. એક્ટ્રેસના પતિએ પોતાના ફોનથી સોનાક્ષીનો એક વીડિયો બનાવ્યો જેમાં તે સિંહની ગર્જના રેકોર્ડ કરતી જોવા મળી.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું કે, ‘સવારે 6 વાગે અલાર્મ’. જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે જૂન 2024માં લગ્ન કર્યા હતા. આ કપલે ઘરે ખૂબ જ ધામધૂમથી રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને પછી રિસેપ્શન પાર્ટી રાખી હતી.
View this post on Instagram