શાહરૂખ ખાન અને સલમાન ખાન બોલિવૂડના બે એવા સુપરસ્ટાર છે, જેમની મિત્રતા અને દુશ્મની બંનેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. આ બંને સુપરસ્ટાર એક સમયે ઘણા સારા મિત્રો હતા, પરંતુ થોડા વર્ષો સુધી તેમની દુશ્મનીના સમાચાર ઘણી હેડલાઇન્સ બનાવતા રહ્યા. જો કે હવે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને ફરી એકબીજાની નજીક આવ્યા છે અને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
ગયા વર્ષે સલમાન ખાન શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણમાં પણ જોવા મળ્યો હતો ત્યારે આ દરમિયાન સલમાનનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે, જ્યારે સલમાન ખાન તેના ફેન્સને હેંડ વેવ પણ કરતો જોવા મળે છે.
આ દરમિયાન, જ્યારે તે શાહરૂખ ખાનના બંગલા મન્નતની સામેથી પસાર થાય છે, ત્યારે તે જોરથી બૂમ પાડે છે, શાહરૂખ ખાન. તેને આમ કરતા જોઈને સલમાન સાથે હાજર લોકો હસવા લાગે છે અને સલમાન પોતે પણ હસવા લાગે છે. એવું લાગે છે કે સાઇકલ પર બેસીને સલમાનને તેનું બાળપણ યાદ આવ્યું અને તે મસ્તીના મૂડમાં આવી ગયો.
View this post on Instagram