બલૂનમાં સવાર થઇ જ્યારે મંડપ સુધી દુલ્હન આવી બલૂનમાં, જોનારાના ઉડી ગયા હોંશ, વીડિયો જોઇ નહિ થઇ શકે વિશ્વાસ
સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ જો દુલ્હનની એન્ટ્રીનો કોઈ વીડિયો વાયરલ થઈ રહ્યો હોય તો તેમાં જરૂર કંઈક ખાસ હશે. દુલ્હન એન્ટ્રી હવે પારંપારિક રીત પૂરતી મર્યાદિત નથી રહી, પણ તેમાં ક્રિએટિવીટી અને મનોરંજનનો સ્પર્શ ઉમેરવામાં આવી રહ્યો છે.
આ પહેલા આપણે દુલ્હનોને બાઇક, ઘોડા અથવા તો તેમના મિત્રો સાથે ડાન્સ કરતી કરતી મંડપમાં પ્રવેશતી જોઈ હશે. જો કે હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઇ કોઇ પણ હેરાન રહી જાય. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઇ શકાય છે કે દુલ્હન એક બલૂનમાં એન્ટ્રી લઇ રહી છે અને તેની આગળ જાગરણ પાર્ટી કરનાર કલાકાર રાધા-કૃષ્ણ બની નાચી રહ્યા છે.
દુલ્હનની એન્ટ્રી પર ‘પાલકી મેં હોકર સવાર ચલી રે’ ગીત વાગી રહ્યુ છે અને દુલ્હન બલૂનની અંદર લાલ જોડામાં ચાલી રહી છે. દુલ્હનના દુપટ્ટા પર લખેલું છે, ‘ગોવિંદ કી દુલ્હન’. હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભગવાનનું અપમાન થઈ રહ્યું છે, થોડી શરમ કરો.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ કોનો હાસ્યાસ્પદ વિચાર છે ?’
બીજા એક યુઝરે લખ્યું, ‘આજકાલ લોકોએ લગ્નને ડ્રામા અને મજાક બનાવી દીધા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકોએ ભગવાનની મજાક ઉડાવી દીધી.’ આ વીડિયો શેર કરનાર યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, “આજકાલના લગ્ન સર્કસ બની રહ્યા છે.” આ વાયરલ વીડિયો shunilshilpkar નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
View this post on Instagram