દુકાન-ગાડીઓ તોડી, યુવકને પટકી પટકી મારી નાખ્યો…7 મહાવતે બેકાબૂ હાથી પર માંડ મેળવ્યો કાબૂ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાથી રસ્તા વચ્ચે હંગામો મચાવતો જોવા મળી રહ્યો છે. હાથીએ આ દરમિયાન ઘણા થાંભલા તોડી નાખ્યા. 2 કાર, 3 બાઇકને નુકસાન પહોંચાડ્યુ, તેમજ એક યુવકને પટકી પટકીને માર્યો. આ દરમિયાન હાથીની પીઠ પર બેઠેલા બે બાળકો સહિત ત્રણના 6 કલાક સુધી શ્વાસ અધ્ધર રહ્યા હતા. જો કે, ગુસ્સે ભરાયેલા હાથીને મોડી રાત્રે કોઈક રીતે કાબૂમાં લેવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે આ વીડિયો જૂનો છે અને ઓક્ટોબર મહિનાનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, હરદે ચંવરમાં સ્થાનિક ટ્રેંડ મહાવતે હાથીને શાંત પાડ્યો હતો. જો કે આ દરમિયાન 8 ગામોના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાથીને શાંત કરવામાં આવ્યો અને પારસાના પીલવાન ટોલામાં લઈ જઈને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો. આ પછી મોડી રાત સુધી 7 ટ્રેંડ મહાવત હાથીને શાંત કરવામાં વ્યસ્ત રહ્યા.

બધા મહાવતોએ ધીમે ધીમે હાથીને કાબૂમાં રાખ્યો. હાથીને શાંત રાખવા બગીચામાં બાંધી દેવામાં આવ્યો હતો. જ્યાં લોકોના જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ હાથી સિવાન જિલ્લાના અમલોરી નિવાસી પ્રવીણ સિંહનો હોવાનું કહેવાયુ હતુ. તેની દેખરેખ એકમાના પરસા સ્થિત મહાવત ટોલા નિવાસી હરસત મિયા કરતા હતા. હાથીના કાબૂ બહાર જવાને કારણે નજીકના 8 ગામોના લોકો મોડી રાત સુધી ગભરાટમાં હતા. મોડી રાત્રે હાથીને કોઈક રીતે કાબૂમાં લઈ શકાયો.

આ દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર અને વન વિભાગની ટીમ હાથીને અનુસરવામાં વ્યસ્ત હતી. આ સિવાય વન વિભાગે હાથીને કાબૂમાં લાવવા મુઝફ્ફરપુરથી એક ટીમ બોલાવી હતી. ટીમ આવે તે પહેલા જ સ્થાનિક મહાવતે હાથીને શાંત પાડ્યો હતો. સારણના એકમામાં વિસર્જન જૂલુસ દરમિયાન આ ઘટના બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Times Now (@timesnow)

Shah Jina