બોલિવૂડની ઉભરતી સ્ટાર અને રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રાશાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી, જેમાં તે ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં રાશાએ લાઇટ મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે.
ફેન્સને તેનો હોટ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. તેનો કોન્ફિડન્સ અને સ્ટાઈલ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. રાશા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘આઝાદ’માં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ખબર જ્યારથી સામે આવી ત્યારથી તેના ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી રાશાની ફેન ફોલોઇંગ ખાસ્સી એવી છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે.
આ તસવીરોને ફેન્સે ખૂબ પસંદ કરે છે અને કમેન્ટ પણ કરે છે. રાશા ખૂબ જલ્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નવી સેન્સેશન બનવા જઈ રહી છે.કેદારનાથ, ચંદીગઢ કરે આશિકીથી લઈને કાઈ પો છે જેવી હિટ ફિલ્મો આપનાર અભિષેક કપૂરની ફિલ્મ અને એ પણ અજય દેવગન ફિલ્મ્સ સાથે ‘આઝાદ’ આવી છે. આ ફિલ્મ ખાસ એટલા માટે છે કારણ કે બે સ્ટાર કિડ્સ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે.
એક બાજુ રવિના ટંડનની દીકરી રાશા થડાની અને બીજી બાજુ અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન. આ ફિલ્મ જાન્યુઆરી 2025માં આવશે. અજય, અમન અને રાશા ઉપરાંત આ ફિલ્મમાં મોહિત મલિક, પીયૂષ મિશ્રા અને ડાયના પેન્ટી પણ છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને કો-પ્રોડ્યુસર અભિષેક કપૂર છે. આ ફિલ્મ રિતેશ શાહ, સુરેશ નૈય્યર અને અભિષેક નય્યરે લખી છે.