થઇ ગયુ કંફર્મ ? શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થવા જઇ રહી છે દયાબેનની વાપસી- પ્રોડ્યુસર અસિત મોદીએ લીધો અંતિમ નિર્ણય

સબ ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક દશક પછી પણ દર્શકોનો પ્રિય બની રહ્યો છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો, જેમાં અભિનેતા દિલીપ જોશી અને અભિનેત્રી દિશા વાકાણીની જોડીને લીડ રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા અને નેહા મહેતા સુધીના ઘણાએ આ શો છોડી દીધો છે. ગયા વર્ષે પલક સિધવાની અને જેનિફર મિસ્ત્રીએ પણ શો છોડી દીધો હતો. તેમણે નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

કલાકારોના આ ગંભીર આરોપો બાદ શોની ટીઆરપી પર ભારે અસર થઈ હતી. જણાવી દઈએ કે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના રોલને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો, જો કે આ પાત્ર લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. દિશા વાકાણીએ વર્ષ 2017માં મેટરનિટી બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે શોમાં હજુ સુધી પાછી ફરી નથી. જો કે દર્શકો ઘણા વર્ષોથી દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘણા વર્ષો પછી નિર્માતા અસિત મોદીએ કહ્યું કે શું દિશા વાકાણી ક્યારેય શોમાં પરત ફરશે કે નહીં ?

અસિત મોદીએ તાજેતરમાં જ ન્યૂઝ 18ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હવે દિશા વાકાણી ક્યારેય શોમાં પરત નહીં ફરે. તેણે કહ્યું, ‘દયાબેનનું પરત ફરવું મારા માટે ખૂબ મહત્વનું છે કારણ કે હું પણ તેમને મિસ કરી રહ્યો છું.’ તેમણે કહ્યું કે મેં દિશાને પાછી લાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે પાછી ન આવી શકી કારણ કે હવે તેને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે અને આજે પણ અમારો પરિવાર તેના પરિવારની ખૂબ નજીક છે.

દિશા વાકાણી મારી બહેન છે અને તે મને રાખડી પણ બાંધે છે. તેના પિતા અને ભાઈ પણ મારો પરિવાર છે. નિર્માતા અસિત મોદીએ એ પણ કહ્યું હતું કે જો દિશા શોમાં પાછી ફરે તો સારું રહેશે પરંતુ જો તેમ ન થયું તો તેમણે દયાબેનના રોલ માટે બીજી અભિનેત્રી શોધવી પડશે. અમે 17 વર્ષથી જોડાયેલા છીએ અને સાથે કામ કર્યું છે. હવે તેના માટે શોમાં પરત આવવું ઘણું મુશ્કેલ છે. સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સાદું નથી હોતું, ઘણું બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે શક્ય નથી.

હજુ પણ હું હકારાત્મક છું. મને હજુ પણ આશા છે અને લાગે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પરત ફરશે અને તે સારી વાત હશે. જો તે પરત નહીં આવી શકે તો મારે બીજી દયા બેનને લાવવી પડશે, છેલ્લા ઘણા સમયથી લોકો દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે પાછી આવી ગઈ હતી. જો કે પ્રેગ્નેંસી બાદ એક્ટ્રેસ મેટરનીટી બ્રેક પર ગઈ અને શોમાં હજુ પરત નથી ફરી શકી. કોવિડ પહેલા, આશા વ્યક્ત કરવામાં આવી હતી કે દિશા શોમાં પરત ફરશે.

મેકર્સે તેની સાથે વાત પણ કરી હતી. જો કે આ દરમિયાન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી ફરી પ્રેગ્નેટ થઇ અને તે પુત્રની માતા બની, જેના પછી તેના પુનરાગમનની શક્યતાઓ પર રોક લગાવવામાં આવી. ઘણીવાર શોમાં એવા વળાંક આવે છે કે દિશા વાકાણી કમબેક કરી રહી છે, પરંતુ તે કમબેક નથી કરતી, જેને કારણે દર્શકો નિરાશ થાય છે. હાલમાં, દિશા ફેમિલી સાથે સમય વિતાવી રહી છે અને લાઇમલાઇટથી દૂર રહે છે.

Shah Jina