‘દિલ્લી-મુંબઇની છોકરીઓને હોય છે આ…’ પીરિયડ ક્રેમ્પને ગોવિંદાની દીકરીએ જણાવ્યુ સાઇકોલોજિકલ બોલી- હું તો દેસી છું…
બોલિવૂડના નંબર 1 હીરો ગાવિંદા અને સુનીતા આહુજાની પુત્રી ટીના આહુજા એક નિવેદનના કારણે ટ્રોલ થઈ છે. તેણે તાજેતરમાં પીરિયડ ક્રેમ્પ્સ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એ દર્દ જેમાંથી હર મહિને મહિલાઓ પસાર થાય છે. ટીના આહુજાએ તેમના વિશે કંઈક એવું કહ્યું કે જેનાથી મહિલાઓ ચોંકી ગઇ.
તાજેતરમાં જ સુનીતા આહુજા અને ટીના આહુજા એક ઈન્ટરવ્યુમાં સાથે જોવા મળ્યા હતા. જ્યાં બંનેએ તેમની કારકિર્દી, પરિવાર અને વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. ટીનાએ આ દરમિયાન કહ્યું હતુ કે પીરિયડ પેઈન એ મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં છોકરીઓની સમસ્યા છે. તે તો દેશી છે. ‘હોટરફ્લાય’ને આપેલા ઈન્ટરવ્યુમાં ગોવિંદાની દીકરીએ કહ્યું, ‘પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પની સમસ્યા સાઇકોલોજિકલ હોય છે. હું ઘણા સમયથી ચંદીગઢમાં છું.
મેં દિલ્હી અને મુંબઈની છોકરીઓને આ વિશે વધુ વાત કરતા સાંભળી છે. અડધી સમસ્યા તો આ સર્કલ્સને સેટ કરવામાં આવે છે. જેઓ આ પીડા અનુભવતા નથી તેઓ પણ તેને માનસિક રીતે અનુભવવા લાગે છે. પંજાબ અને દેશી મહિલાઓને તો પીરિયડ્સ અને મેનોપોઝ વિશે ખબર પણ નથી. તેઓ પીડા અને ક્રેમ્પ અનુભવતા નથી. તે ચોક્કસપણે દરરોજ આવી વાતો સાંભળે છે.
પરંતુ તે માને છે કે દેશી જીવનશૈલી સાથે બધું બરાબર રહે છે. ઘી ખાઓ, બિનજરૂરી ડાયેટિંગને બાય કહો અને સારી ઊંઘ લો. સારો આહાર બધું જ યોગ્ય બનાવે છે. આ નિવેદન પર કેટલાક લોકોએ ગોવિંદાની પુત્રીને ટ્રોલ પણ કરી હતી. ટીના આહુજાનો પીરિયડ પેઈન વિશે વાત કરતો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને ટ્રોલ કરી.
Peeiod pain is not real guys! Trust Govinda’s wife and daughter
byu/illuminaunty inBollyBlindsNGossip