એશ્વર્યા અને આરાધ્યા સાથે ન્યુ યર મનાવી મુંબઇ પરત ફર્યો અભિષેક, કપલને સાથે જોઇ ચાહકો ખુશખુશાલ

એશ્વર્યા-અભિષેકના છૂટાછેડા કેન્સલ ? આરાધ્યા સાથે ન્યુ યર મનાવી મુંબઇ પરત ફર્યો અભિષેક, કપલને સાથે જોઇ ફેન્સ ઝૂમી ઉઠ્યા, જુઓ

બચ્ચન પરિવારના દીકરો-વહુ એટલે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ અને છૂટાછેડાના અહેવાલોના સમાચારને લઇને હેડલાઇન્સમાં હતા. જો કે, જ્યારે આ કપલ દીકરી આરાધ્યાના સ્કૂલ ફંક્શન અને એક વેડિંગ રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા ત્યારે બધું શાંત થઈ ગયું.

હાલમાં જ અભિષેક અને ઐશ્વર્યાએ સાથે મળીને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું અને હવે તેઓ મુંબઈ પરત ફર્યા છે. બંને 4 જાન્યુઆરીની સવારે મુંબઈ એરપોર્ટ પર આરાધ્યા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન જ્યારે અભિષેકે ગ્રે હૂડી પહેરી હતી, તો ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લેક આઉટફિટ કેરી કર્યો હતો. ઐશ્વર્યા અને આરાધ્યા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેકે પેપરાજીને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી. આ દરમિયાન એરપોર્ટ પર અભિષેકની કેરિંગ સ્ટાઈલ દેખાઈ રહી હતી. તેણે ઐશ્વર્યા અને આરાધ્યાને પહેલા કારની પાછળની સીટ પર બેસાડ્યા અને પછી તે પોતે આગળ બેસી ઘરે જવા રવાના થયો. ઐશ્વર્યા અને અભિષેકનો આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એકે લખ્યું- ‘બંનેને સાથે જોઈને ખૂબ જ આનંદ થયો.’ અન્ય એકે કહ્યું, ‘ઐશ્વર્યા દિવસેને દિવસે વધુ સુંદર બની રહી છે.’

બીજા એકે કહ્યુ- ‘આ બંને હંમેશા સાથે હતા. જો કે, કેટલાક યુઝર્સે મજાક પણ ઉડાવી. કોઈએ છૂટાછેડાના સમાચારને ઐશ્વર્યા અને અભિષેકનો પીઆર સ્ટંટ ગણાવ્યો તો કોઈએ કહ્યું કે સલમાન ભાઈએ બંનેને ફોન કરીને ડોઝ આપ્યો હશે.વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિષેક છેલ્લે આઈ વોન્ટ ટુ ટોકમાં જોવા મળ્યો હતો. હવે તે 6 જૂને રિલીઝ થનારી હાઉસફુલ 5માં જોવા મળશે. ઐશ્વર્યાની છેલ્લી ફિલ્મ મણિરત્નમની પોન્નિયિન સેલ્વનઃ II હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina