અરે બાપ રે, હવામાં ટકરાયાં પેરાશૂટ,બે અધિકારી ઊંધે માથે દરિયામાં પડ્યા, લોકો ચીસો પાડી ગયા, જુઓ

આંધ્રપ્રદેશના તટીય શહેર વિશાખાપટ્ટનમના દરિયા કિનારે નૌકાદળના બે અધિકારીઓએ એક અજીબોગરીબ કારનામું કર્યું. પૂર્વી નૌસેના કમાનના ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન રિહર્સલ દરમિયાન હવામાં પેરાશૂટ ઉલજાઇ ગયા બાદ બંનેએ એવી યુક્તિ અજમાવી કે તેમનો જીવ બચી ગયો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતા. 4 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ બીચ પર નેવીનું ઓપરેશનલ ડેમોસ્ટ્રેશન થવાનું છે.

આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ મુખ્ય અતિથિ છે. આ કાર્યક્રમની મેજબાની વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકર, ફ્લેગ ઓફિસર કમાંડિંગ-ઇન ચીફ, પૂર્વી નૌસેના કમાન કરવાના છે. ગુરુવારે આ કાર્યક્રમ માટે રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નેવીના બે અધિકારીઓ પેરાશૂટ વડે લેન્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લેન્ડિંગ પહેલા બંને પેરાશૂટ ઉંચાઈ પર ફસાઈ ગયા હતા. જો તે સીધા પડતા તો મોટો અકસ્માત સર્જાયો હોત. એકબીજા સાથે ગૂંચવાયેલા બંને અધિકારીઓએ એવું કર્યું કે તેઓ હવામાં ગોળ ગોળ ફરતા રહ્યા. સદનસીબે બંને દરિયા કિનારે ઉંડા પાણીમાં પડ્યા અને નૌકાદળની બોટ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા.

નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રામકૃષ્ણ બીચ પર આ પ્રદર્શન ભારતીય નૌકાદળની અતૂટ તૈયારી અને આંધ્ર પ્રદેશના લોકો સાથેના સંબંધોને મજબૂત કરવા અને રાષ્ટ્રના દરિયાઈ હિતોની સુરક્ષા માટે પૂર્વીય નૌકા કમાન્ડની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રદર્શનમાં ભારતીય નૌકાદળ તેની અત્યાધુનિક ક્ષમતાનું પ્રદર્શન કરશે, જેમાં યુદ્ધ જહાજો, સબમરીન, એરક્રાફ્ટ, નેવલ બેન્ડ અને મરીન કમાન્ડો (MARCOS) સામેલ હશે. આ પ્રદર્શન ખૂબ જ રોમાંચક રહેશે.

Shah Jina