વીડિયો રેકોર્ડ કરી કહ્યુ- ‘હું જીવન ટૂંકાવું છું કેમ કે મારી પત્ની અને સાસરાવાળા…’અતુલ સુભાષ જેવો વધુ એક કેસ! પત્નીની પ્રતાડનાથી તંગ આવી કર્યો આપઘાત

રાત્રે 3 વાગ્યે પત્ની સાથે ફોન પર ઝઘડો, સુસાઇડ પહેલી પુનીત ખુરાનાએ રેકોર્ડ કર્યો હતો 59 મિનિટનો વીડિયો, વાંચો પૂરી કહાની

દિલ્હી કેફે માલિક આપઘાત- છેલ્લા ફોનમાં પત્નીએ કહ્યુ હતુ- ભિખારી, તારો ચહેરો પણ નથી જોવા માગતી, હવે કહીશ ધમકાવ્યો એટલે આત્મહત્યા કરી લઇશ…

દિલ્હીના કલ્યાણ વિહાર વિસ્તારમાં 40 વર્ષીય કેફે સંચાલક પુનિત ખુરાનાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ખબર સામે આવી રહી છે. તેણે પત્ની અને સાસરિયાવાળા પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની કહાની સામે આવ્યા બાદ લોકોને અતુલ સુભાષ કેસની યાદ આવી રહી છે. આ કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. જ્યારે 31 ડિસેમ્બરે લોકો નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. પુનિત ખુરાનાના પરિવારે વહુ અને તેના પિયરિયા પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

પુનીતનો તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર મનિકા જગદીશ પાહવાથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, બંને એક સાથે કેફે પણ ચલાવતા હતા. આપઘાત પહેલા પુનીતનો તેની પત્ની સાથે ફોન પર ઝઘડો થયો હતો. 16 મિનિટનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ પછી પુનીતે 59 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી આપઘાત કરી લીધો. દિલ્હી પોલિસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંગળવારે સાંજે લગભગ 4.18 પર મોડલ ટાઉનના કલ્યાણ વિહારથી તેમને આપઘાતના સમાચાર મળ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી જોયું તો પુનીત બેડ પર પડેલો હતો અને તેના ગળા પર નિશાન હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પુનીતને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે તેનો જીવ બચાવી ન શકાયો. 2016માં પુનીત ખુરાના અને મનિકાના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ પુનીતની પત્ની અને તેના સાસરિયાઓ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની માતાએ કહ્યું કે એક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ આ પછી ઝઘડો શરૂ થયો.

તેની પત્ની તેને ખૂબ હેરાન કરતી હતી, જેના કારણે તેણે આવું પગલું ભર્યું. બપોરે 3 વાગ્યા સુધી દરવાજો ન ખોલતાં અમે દરવાજો તોડ્યો હતો. તે અંદર ફાંસી પર લટકેલો હતો. પુનીતના પરિવારના જણાવ્યા અનુસાર, તે તેની પત્ની સાથે બેકરીનો ધંધો કરતો હતો. તે For God’s Cake અને Woodbox Cafe નામના કેફે ચલાવતો હતો. પરિવારજનોનું કહેવું છે કે છૂટાછેડા ઉપરાંત બિઝનેસને લઈને પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવાર અને મંગળવારની દરમિયાન રાત્રે લગભગ 3 વાગ્યે પુનીત અને તેની પત્ની વચ્ચે ફોન પર ઝઘડો થયો હતો. 16 મિનિટની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં બંને વચ્ચેની દલીલ સાંભળી શકાય છે. ખુરાનાની પત્નીનેકહેતા સાંભળી શકાય છે કે, આપણા છૂટાછેડા થઇ રહ્યા છે, પરંતુ હજુ પણ હું બિઝનેસ પાર્ટનર છું. તારે મારા લેણાં ચૂકવવા પડશે. ભિખારી તુ કહે તારી પાસેથી શું માંગ્યું, તું હવે તમેને લાયક નથી. તારો ચહેરો પણ નથઈ જોવા માગતી.

જો તુ સામે આવીશ તો હું તને થપ્પડ મારીશ. પુનિત ખુરાનાનો ફોન અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પુનીતની પત્નીને પૂછપરછ માટે બોલાવી છે. પુનીતની બહેનનું કહેવું છે કે તેના મૃત્યુ પહેલા તેના ભાઈએ 59 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેને કેવી રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘તેને મરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. પત્ની અને તેના પરિવારના સભ્યો એટલી હેરાન કરતા હતા કે આવું પગલું ભરવું પડ્યું. પુનીતનો વીડિયો તેના ફોનમાં છે.

59 મિનિટનો આ વીડિયો પોલીસને બતાવવામાં આવ્યો છે. પુનીતની બહેને કહ્યુ- છૂટાછેડાના કેસ દરમિયાન બંનેને એક એક કેફેનો હક આપવામાં આવ્યો હતો, પુનીતની પત્નીએ ઈમેલ આઈડી માંગી ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી લીધું અને આ કારણે મારા ભાઈએ તેને રાત્રે 3 વાગે ફોન કરવો પડ્યો હતો. પુનીતે જણાવ્યું કે છૂટાછેડા માટે અરજી કરતી વખતે બંને પક્ષો વચ્ચે ઘણી શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સાસરિયાઓએ તેને બદલવાનો નિર્ણય કર્યો.

કોર્ટે તેને નિશ્ચિત રકમ ચૂકવવા માટે 180 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ 90 દિવસ વીતી ગયા હતા અને તે બાકીની રકમ 90 દિવસમાં ચૂકવવાની સ્થિતિમાં નહોતો. આ પછી તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. 30 અને 31 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે તેણે આત્મહત્યા કરી હતી. પુનીત ખુરાનાએ પોતાના વીડિયોમાં કહ્યુ હતુ કે છૂટાછેડાની શરતો નક્કી થયા બાદ મારા સાસરિયાઓએ નવી શરત રાખી અને 10 લાખ રૂપિયા વધુ માંગી રહ્યા છે, જે હવે હું આપી શકતો નથી અને મારા માતા-પિતા પાસેથી પણ માંગી શકતો નથી. કેમ કે તેઓ પહેલાથી જ મને ઘણુ આપી ચૂક્યા છે. મારું ફાઇનલ સ્ટેટમેન્ટ… હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.

કારણ કે મારા સાસરિયાઓ અને મારી પત્ની મને ટોર્ચર કરી રહ્યા છે. અમે કેટલીક શરતો પર પરસ્પર કરાર માટે પહેલાથી જ સંમત છીએ. સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. દેખીતી રીતે જ્યારે પરસ્પર સંમતિથી છૂટાછેડાની વાત આવે છે ત્યારે અમે કોર્ટમાં કેટલીક શરતો પર હસ્તાક્ષર કર્યા છે, અમારે 180 દિવસના સમયગાળામાં તે શરતો પૂરી કરવાની છે, લગભગ 90 દિવસ થઈ ગયા છે, પરંતુ મારા સાસરિયાઓ અને મારી પત્ની નવી શરતો સાથે મારા પર દબાણ કરી રહ્યા છે. જેઓ મારા કાર્યક્ષેત્રની બહાર છે…તેઓ 1 લાખ રૂપિયા વધુ માંગે છે. તે ચૂકવવાની મારી ક્ષમતા નથી. હું મારા માતાપિતા પાસેથી વધુ માંગી શકતો નથી કારણ કે તેઓ પહેલેથી જ ઘણું બધું આપી ચૂક્યા છે.

Shah Jina