સાવધાન, આ સમાચાર બિલકુલ પણ વાંચવાનું ચૂકી ન જતા…તમિલનાડુનો એક પાણીપુરી વિક્રેતા જે વાર્ષિક 40 લાખ રૂપિયાની કમાણી કરે છે, આ અમે નથી પરંતુ GST વિભાગ કહી રહ્યું છે, જેના કારણે તેને GST ટેક્સ ચોરીની નોટિસ આપવામાં આવી છે. આ GST નોટિસ PhonePe અને Razorpay ના રેકોર્ડના આધારે જારી કરવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ આ માત્ર ઓનલાઈન પેમેન્ટ છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે પાણીપુરી વેચનારને રોકડ દ્વારા પણ કેટલા પૈસા મળ્યા હશે.
GST વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “Razorpay અને PhonePe તરફથી મળેલા રિપોર્ટના આધારે તમને માલ/સેવાઓની બાહરી આપૂર્તિ માટે UPI ચુકવણી પ્રાપ્ત થઇ છે અને વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 માટે પ્રાપ્ત રકમ કુલ મળીને રૂ.40,11,019 છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વધુ વિશ્લેષણ દર્શાવે છે કે તમે TNGST એક્ટ, 2017ની જોગવાઈઓ સાથે સંબંધિત CGST એક્ટ, 2017 હેઠળ પણ નોંધણી કરાવી નથી.
જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં તમે લાખોની કમાણી કરી છે. એવામાં જો અમે માની લઇએ કે રો મટીરિયલ પર 50 ટકા ખર્ચ થયો તે પણ તેમાંથી અડધો ભાગ એક મિડલ ક્લાસ ફેમીલીના ઘણા વર્ષોની કમાણી છે. TNGST/CGST અધિનિયમ, 2017ની ધારા 22ની ઉપધારા (1)ના અનુસાર, મગ્ર નાણાકીય વર્ષમાં રૂ.20 લાખનું કુલ ટર્નઓવર ધરાવનાર દરેક સપ્લાયર GST નોંધણી માટે જવાબદાર છે.
આ ઉપરાંત, TNGST/CGST એક્ટ, 2017ની કલમ 23ની પેટાકલમ (2) મુજબ, ભારત સરકારે અધિસૂચના દ્વારા રૂ. 40 લાખ સુધી કોઇ પણ વ્યક્તિને જે માલની વિશેષ આપૂર્તિમાં લાગેલ છે, રજિસ્ટ્રેશન મેળવવામાંથી મુક્તિ આપી છે. સીમા પાર કર્યા પછી પણ GST નોંધણી મેળવ્યા વિના માલ/સેવાઓનો પુરવઠો TNGST અધિનિયમ, 2017ની કલમ 1 હેઠળ સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. કલમ 122(1)(xi) હેઠળ, વેપારી પર દંડ લાદવામાં આવી શકે છે જે રૂ. 10,000 અથવા ચૂકવવાપાત્ર કરના 10% જેટલો વધારે હોઈ શકે છે.
હાલમાં તમિલનાડુનો આ પાણીપુરી વેચનાર GST કરચોરીની આ નોટિસથી ખૂબ જ નારાજ છે, પરંતુ પાણીપુરીનું વેચાણ ચોક્કસપણે એક મહાન ધંધો સાબિત થયો છે. આ નોટિસ જોઇ કેટલાક યુઝર્સ આશ્ચર્યમાં છે કે પાણીપુરી વેચનાર આટલી મોટી કમાણી કેવી રીતે કરી શકે જો કે કેટલાક યુઝર્સ સરકારના આ પગલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. કેટલાકને તો નોટિસની સત્યતા પર શંકા છે.
Pani puri wala makes 40L per year and gets an income tax notice 🤑🤑 pic.twitter.com/yotdWohZG6
— Jagdish Chaturvedi (@DrJagdishChatur) January 2, 2025